________________ નિવેદન ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે તે સ્થાન બલકે તેથી જ વિશેષ મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે તેવો જ બલકે તેથી યે વિશેષ આનંદ સંત તુકારામના અભંના ગાનારને મળે છે. સાક્ષાત્કાર પામેલા સંત તુકારામનું આ સંક્ષિપ્ત ચરિત્ર મુક્ષુઓને પ્રેરણાદાયી થઈ પડશે. સંત તુકારામ” નામે મૂળ મરાઠી પુસ્તક ઉપરથી શ્રી લક્ષ્મણ નારાયણ ગટેએ હિંદી ભાષાંતર કરેલું અને તે ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રસિદ્ધ થયેલું. તેનું ગુજરાતી ભાષાંતર સંવત ૧૯૯૩માં આ સંસ્થા તરફથી પ્રગટ થયેલું. તે ઘણા સમયથી અપ્રાપ્ય છે. એ ગ્રથ ખૂબ વિસ્તૃત હોવાથી મૂળ મરાઠી ગ્રંથ ઉપરથી જ ટૂંકાવીને કરાવેલા ભાષાંતરની આ સંક્ષિપ્ત આવૃત્તિ નવેસરથી તૈયાર કરાવીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. સંત તુકારામનાં પુસ્તકે “તુકારામ ગાથા.” “તુકા મહણે અને “સાક્ષાત્કારને પંથે તુકારામ” પણ સંસ્થાએ અગાઉ પ્રકટ કર્યા છે, તે પિકી છેલ્લું પુસ્તક હાલ મળે છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય પ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. 19-12-'16 થી એચ. એમ. પટેલ (પ્રમુખ) Scanned by CamScanner