________________ વારકરી સંપ્રદાય 23 જાતે શેક કરી આપે. ગાય-બળદ નકામાં અને ઘરડાં થઈ જાય એટલે તેમને નિર્દય માલિકે ઘરમાંથી કાઢી મૂકે છે, એવાં ઢોરને ચારોપાણી આપે. કીડીના દર ઉપર ખાંડ ભભરાવે. હિંસાનો વિચાર સરખેય ન કરે. ચાલતી વખતે પગ નીચે કઈ જીવ ચગદાઈ ન જાય એ માટે સંભાળીને ધીમેથી ડગલાં મૂકીને ચાલે. કીર્તનમાં ખૂબ ઉકળાટ હોય ત્યારે શ્રોતાઓને જાતે વીંઝણો ઢળે. નદીએથી પાણી ભરી લાવતાં કેાઈ થાકી ગયું હોય તે તેની ગાગર ઊંચકીને ઘેર પહોંચાડી દે. કઈ જાત્રાળુ માંદુ પડે તે તેને મંદિરમાં લઈ જઈને એની સારવારની વ્યવસ્થા કરે. માણસ અને પશુ-પંખીમાં ભેદભાવ રાખ્યા વિના બધા જીવોને સરખા માનીને બધાનાં શરીર ભગવાનનાં જ માને અને મન વચન તથા કાયાથી અને પાસે હોય તો ધનથી બધાને ઉપયોગી થાય. અકોબાને આવો જીવનકમ શરૂ થઈ ગયો. આને લીધે તુકોબા બધાને ખૂબ પ્રિય થઈ પડ્યા. એક દિવસ એક ઘરડાં ડોશીના કહેવાથી તકોબાએ તેમને તેલ લાવી આપ્યું. એ તેલ દર વખત કરતાં વધારે દિવસ ચાલ્યું. આ વાત ગામમાં ફેલાતાં તેલ લાવવા માટેનાં વાસણોના ઘેરઘેરથી તુકોબા સામે ઢગલા થવા માંડ્યા. એ બધાંયને તેમણે તેલ લાવી પણ દીધું! - એક બળદની જેમ ભારે બેજની ધુંસરી તકેબા ખેંચી રહ્યા છે એથી જિજાઈ ખૂબ ગુસ્સે થયાં. એક દિવસ એક ખેડૂતે તુકેબાને પોતાને ખેતરે શેરડીને રસ પીવા બોલાવ્યા. આ નિમંત્રણ જિજાઈએ સાંભળેલું એટલે જતી વખતે તુકેબાને યાદ દેવડાવ્યું કે “એ ખેડૂતે વળતી Scanned by CamScanner