________________ 22 સંત તુકારામ પણ કરતા જોઈ ખૂબ નાનમ લાગી. એનો પક્ષ લઈ કઈ બોલતું પણ ખરું: ‘ગામના લોકોનાં કામ તુકોબા કરે છે, તે ઘરનાં માણસનાં કામ કરવામાં તેમનું શું જાય છે?” આના જવાબમાં એમ કહી શકાય કે ઘરનાં માણસોનાં કામ તો આપણે બધાં હમેશાં કરીએ જ છીએ; પણ તે આપણું પ્રેમ અને મમતાનો જ એક પ્રકાર હોવાથી આખરે તે આપસેવા જ ગણાય. પરોપકાર એટલે તો આપણે જરા પણ સંબંધ ન હોય એવા પારકા ઉપર ઉપકાર કરે તે અને ઉપકાર એટલે બદલાની, વખાણની કે આશીર્વાદની પણ અપેક્ષા રાખ્યા વિના ભગવાન તરફના ભાવને લીધે કાયા, વાચા અને મનથી સુખડની જેમ ઘસાવું તે. આ પાપકારમાં કે લેકસેવામાં અનેક લાભ હોય છે. નિષ્કામ કર્મ કરવાની ટેવ પડે છે. આત્મભાવના વિકસિત થઈને આ સાડાત્રણ હાથમાં જ દેહ સમાયેલો છે એવા સંકુચિત ભાવમાં વ્યાપકતા આવે છે; શરીરનું મહત્ત્વ ઘટે છે અને સર્વવ્યાપી ભગવાન ખુશ થાય છે. ઘરનાં લોકોને બદલે પારકાંની સેવા કરવાથી આ લાભ વધુ મળે છે. તેથી બની શક્યો તેટલો પરોપકાર કેબાએ શરીરને થકવીને પણ કર્યો. પોતાના સાધન માર્ગનું એક અંગ તેને ગણે. કઈ વટેમાર્ગ રસ્તે અચાનક મળી જાય કે તકોબા તેનો બેજ પિતે ઉપાડી લે અને પેલાને છેડી વાર વિસામે લેવા દે. કેઈ વરસાદમાં ભીંજાઈ ગયું હોય તે તેને કોરું કપડું આપે અને બધી સગવડ કરી આપે. . જાત્રાળુના પગ સૂજી ગયા હોય તે ગરમ પાણું કરીને Scanned by CamScanner