________________ 100 સંત તુકારામ નાખ્યું. ખેડૂતે પંચ પાસે ધા નાખી. પંચે તપાસ કરી. તે દસ ખાંડી દાણા નીકળ્યા. તેમાંથી પાંચ ખાંડી તુકારામને મળે એવો પંચે ચુકાદો આપ્યો. પણ તુકારામ તે અર્ધા મણથી એક દાણો વધારે લેવા તૈયાર નહોતા. ત્યારે મહાદાજી ૫તે લોકોની સંમતિ લઈ એ અનાજ પિતાને ઘેર મુકાવ્યું અને વિઠ્ઠલ મંદિરનો જીર્ણોદ્ધાર વખતે એ બધું અનાજ વાપરવામાં આવ્યું. ૨ગંગારામ મવાળી કસકર : વડીલોપાર્જિત મિલક્ત અને શરાફીને ધંધો કરનાર આ બ્રાહ્મણની અટક “મહાજન” હતી. પણ તેમના મૃદુ અને સૌમ્ય સ્વભાવને લીધે તુકારામ તેમને “મવાળ” કહેતા. એક વાર ખોવાઈ ગયેલી ભેંસ શોધવા ગંગારામ ભામનાથ ડુંગર ઉપર ગયા ત્યાં ભજનપ્રેમથી રંગાયેલા તુકારામે તેમને કહ્યું કે, ઘેર જાવ, તમારા વાડામાં ભેંસ બંધાયેલી હશે. ગંગારામે ઘેર જઈને જોયું તે ખરેખર ભેંસ બાંધેલી હતી. ચાર દિવસથી ખોવાયેલી ભેંસ ઘેર આવી એ સાધુ પુરુષના વચનનો મહિમા ગણાય એવું તેમને લાગ્યું. ત્યારથી ગંગારામ તુકારામ ઉપર મુગ્ધ બની ગયા. 3, સંતાજી તેલી જગાડે: ગંગારામ અને આ સંતાજી બન્ને તુકારામના લહિયા હતા. તુકારામના અભંગોની સંતાજીને હાથે લખેલી વહીઓ તળેગાંવમાં એના વંશજો પાસે છે. બન્ને વચ્ચે નક્કી થયેલું કે બેમાંથી જે મારે તેની પાછળ બીજે માટી ઢાંકે. તુકારામ અદશ્ય થયા. પછી કેટલાંક વરસ પછી સંતાજીનું અવસાન થયું તેમને દાટવા માટે બધા આપ્તજને માટી નાખી થાક્યા Scanned by CamScanner