________________ 1 - 3581 3: ધર્મગ્રંથોને અભ્યાસ * તુકારામ જેવાને ગ્રંથોના અભ્યાસની શી જરૂર હતી ? એ ક્યાં કેઈ નિશાળમાં ભણવા ગયા હતા? ભગવાનની કૃપા થઈ અને આપોઆપ અમંગવાણી તેમના મુખમાંથી સરી પડી હતી. કેટલાક વાચકે ઉપરનું મથાળું વાંચીને દલીલ કરે પણ ખરા. આ દલીલ સાચી પણ ગણાય. પણ સ્વયંકુરણ થઈ તે પહેલાં તુકારામે કંઈ અભ્યાસ કર્યો હતો કે નહિ? સ્વયંસ્કરણે તેમને જ શા માટે થઈ? દેહુમાં અને બીજે પણ એ વખતે અનેક ભક્તો હતો. વાવ્યા વિના ઊગતું નથી અને સહન કર્યા વિના કંઈ મળતું નથી. એ કમનો મુખ્ય સિદ્ધાંત છે. ભગવાન મેળવવા માટે તુકારામે જે સાધના કરી તેમાં ધર્મગ્રંથોનો અભ્યાસ પણ હતા. તેમની નિશાળ એટલે પંઢરીનાથનો ભાગવત સંપ્રદાય અને તેમના શિક્ષક એટલે તેમની પૂર્વે થઈ ગયેલા સંતેનું મંડળ. તુકારામ વારકરી સંપ્રદાયની શાળામાં તૈયાર થયા અને આ સંપ્રદાયના મુખ્ય ગ્રંથોને તેમણે ભક્તિપૂર્વક અભ્યાસ કર્યો. ભાગવત ધર્મના મુખ્ય બે ગ્રંથ છે. ગીતા અને ભાગવત. વેદશાસ્ત્રનું રહસ્ય ગીતામાં અને ગીતા-ગાયક શ્રીકૃષ્ણનું સુમધુર ચરિત્ર ભાગવતમાં કહેવાયું છે. શ્રીકૃષ્ણના જ્ઞાનના અધિકારી ભક્તો બે H એક અર્જુન અને બીજા ઉવ. શ્રીકળે અર્જુનને ગીતામાં અને ઉદ્ધવને ભાગવતના અગિયારમા સ્કધમાં ભાગવત ધર્મનું હસ્ય સમજાવ્યું Scanned by CamScanner