________________ 23 મેઘવૃષ્ટિ કરવા બેઠો હતો. જ્ઞાનેશ્વરે સ્વમમાં આવીને તેને તુકારામ પાસે મેક. તુકારામ આવા દુન્યવી મનને ધિક્કારતા હતા; છતાં જ્ઞાનેશ્વરે આપેલી આજ્ઞાને ઉથાપવી નહિ એમ સમજીને તેને ઉપદેશ દીધે. એ ઘેલા બ્રાહ્મણે ઉપદેશ સ્વીકાર્યો નહિ અને ચાલ્યા ગયે. પરમાર્થ એ તો અદ્ભુત કીમિયો છે. કેઈ ખૂબ ઝડપથી એ સ્વીકારી લે છે તો પિતાને કાંઈ કરવું નથી એવી કલ્પનાથી પેલા બ્રાહ્મણની જેમ કેાઈ ઉપદેશને ફેંકી દઈ નિરાશ પણ થાય. છત્રપતિ શિવાજી સંવત ૧૬૮૬માં જન્મ્યા. સત્તર વર્ષની નાની વયે શિવાજીએ તેરણાનો કિલ્લો જીત્યો અને તેના પર સ્વરાજ્યનું તોરણ બાંધ્યું. તે પછી છડ઼ે વર્ષે તુકારામે આ દુનિયામાંથી પ્રયાણ કર્યું. રામદાસ સ્વામી સંવત ૧૬૬૫માં જન્મ્યા. તીર્થોની જાત્રા કરીને સંવત ૧૭૦૨માં તેઓ કૃષ્ણ નદીને કિનારે આવ્યા ત્યારે સંવત 1703 અને 1706 વચ્ચેના ત્રણ વર્ષના ગાળામાં તુકારામ, રામદાસ અને શિવાજીનું મિલન થયું હોય એવું માની શકાય. તુકારામ અને શિવાજીનું કાર્યક્ષેત્ર પૂના જિલ્લે હતું. તુકારામે લોકોના ઉદ્ધાર માટે ધર્મજાગૃતિનું કાર્ય સ્વીકાર્યું હતું અને આ કામ પૂરેપૂરું વિકસ્યું હતું ત્યાં જ સ્વરાજ્ય સ્થાપવાની હિલચાલ શરૂ થઈ. ભરતખંડના બધા અવતારી પુરુષનું રહસ્ય ધર્મસંરક્ષણનું જ હોય છે. આમ બંનેનું ધ્યેય એક જ હતું. રાષ્ટ્રનું ઉત્થાન કે રાષ્ટ્રને મેક્ષ એ બંને ધર્મના રક્ષણથી જ થાય છે. ધર્મરક્ષણમાં વર્ણાશ્રમધર્મનું રક્ષણ એ મુખ્ય છે, કારણ સનાતન ધર્મનો પાયે વર્ણાશ્રમધર્મ છે. Scanned by CamScanner