________________ સંત તુકારામ ભાવથી હરિને ભજે અને પછી નિષ્કામ બુદ્ધિથી મનમાં અને લોકોમાં હરિનાં ગુણગાન ગાવ. જ્ઞાનનો દેખાવ કરીને દંભ પોષશે નહિ. સગુણ ભક્તિ કરો અને એ સિદ્ધ થયા વિના અતિ જ્ઞાનની વાતો કહીને લોકોને થકવશે નહિ. તમે પહેલાં તરે અને પછી લોકોને તારો. તુકારામે ખૂબ જ વેદના પૂર્વક આ વાત કહી છે. તુકારામના વખતમાં સાલામાલે નામનો એક ચાર કવિ હતો. તે તુકારામના અભંગમાંથી તુકારામનું નામ કાઢીને પિતાનું નામ મૂકી દેતા અને એ એની પિતાની કવિતા છે એવું લોકોને ઠસાવવા પ્રયત્ન કરતો. તુકારામ જેવા ઈશ્વરમય થઈ ગયેલા પુરુષ સાલમાલે જેવા દુર્જન અને દંભી માટે તેમના અભંગોમાં કઠેર શબ્દો કાઢે એથી કોઈને આશ્ચર્ય થશે પણ આનો જવાબ તુકારામે જ આપ્યો છે કે “જે સન્માર્ગે હોય તે તે બધું જાણે છે જ, પણ રસ્તે ભૂલીને ઘેર જંગલમાં જઈ રહેલાને તેની ભૂલ બતાવીને તેના હિત માટે હું સાવધ કરું છું. દુનિયા મને નિંદે તે પણ શું કરવું? જ્યારે માણસ સીધી રીતે સાંભળતું નથી ત્યારે આંખ લાલ કરવી પડે છે. દરદીની દયા ખાવાથી ચાલતું નથી, કડક થઈને કડવી દવા પણ પરાણે પાવી પડે છે. માન કે દંભ માટે હું કઈને રંજાડતો નથી અને સાક્ષી મારો વિઠેબા સદાય હાજર છે. આટલું જ કહીને હું દોષ ખુલ્લા કરું છું એથી કંઈને દુઃખ લાગે તે હું જ પાપી છું અને બીજા બધા સારા છે. હું એ બધાની માફી માગું છું.’ આળંદીમાં એક બ્રાહણ જ્ઞાનેશ્વરની સમાધિ પાસે જ્ઞાને શ્વરની કૃપા માટે અન્નજળ છેડીને બેંતાળીસ દિવસના ઉપવાસ Scanned by CamScanner