________________ 8 : સગુણ સાક્ષાત્કાર સગુણ દર્શનની તુકારામની ઉત્કંઠા કેટલી તીવ્ર હતી તે જોયા પછી એ ઉત્કંઠાનું પ્રત્યક્ષ ફળ કેવી રીતે મળ્યું તે હવે જોઈએ. જીવ માત્રને પોતાની ઈચ્છા પ્રમાણે ફળ મળે છે. માણસની ઈચ્છાશક્તિ એટલી બધી પ્રબળ છે, તેના સંકલ્પનું બળ એટલું બધું વિલક્ષણ છે કે, તે જે કાંઈ કરવા માગે તે થાય છે. જે જે કરવાની ઇચ્છા તે કરે તે થાય છે. પણ ઇચ્છાશક્તિને શુદ્ધ આચરણને, 68 નિશ્ચયનો, સદ્દભાવનાનો અને અભ્યાસને ટેકે હેવો જોઈએ. સંકલ્પ સિદ્ધ થવા માટેનો બધે આધારે આ સંકલ્પની શુદ્ધતા અને તીવ્રતા ઉપર હોય છે. ચોમેરથી બંધાયેલ જગ્યામાં પાણીનું એક એક ટીપું પડતાં સરોવર થઈ જાય છે, એક એક પૈસો ભેગો કરનાર વેપારી લક્ષાધિપતિ થઈ જાય છે. સૂર્યોનાં કિરણોને એકકેન્દ્રિત કરવાથી અગ્નિ ચેતાવી શકાય છે, તેવી જ રીતે મનને એક જ ધ્યેયમાં સ્થિર કરવાથી બ્રહ્મપદ પમાય છે. મન એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. પંચભૂતના ખોળિયામાં તેને ફાવે તેમ વિહરવા દેવાથી એ થાકીને દુર્બળ બની જાય છે અને ઈશ્વર તરફ વાળવાથી એ જ પરમાત્મારૂપ બની જાય છે. ભગવાન બધે છે એવું શાસ્ત્રવચન છે અને સંતોની પ્રતીતિ પણ છે. તુકારામે એ અનામ, અરૂપ, અચિંત્ય પરમાત્માને નામ અને રૂપથી ચિંત્ય બનાવ્યા. ગોકુળનાં ગોપગોપીઓને રમાડનારી શામળી બાળમૂર્તિનું તેમણે ચિંતન કર્યું. મન Scanned by CamScanner