________________ મનની શુદ્ધિને ઉપાય સ્વચ્છ કરે છે તેમ મનની મલિન વૃત્તિઓ એકાંતવાસથી શુદ્ધ બની અને તેમનું અંતઃકરણ પ્રસન્ન થઈ ગયું. ભગવાનના પ્રેમની લહરીઓ સાથે રમતાં રમતાં આત્મભાન ભૂલાતાં અખંડ આનંદનો અનુભવ મળે એ માટે પણ સાધુસંતો પહાડે, ગુફાઓ અથવા નદીકિનારે નિવાસ કરે છે. ગામમાં રહીને વેદાંતના ગમે તેટલા ગ્રંથ વાંચીએ, લખીએ, વ્યાખ્યાનો આપીએ કે સાંભળીએ અથવા એ અંગે ચર્ચા-વિચારણા કરીએ તેથી વાચાળતા સિવાય બીજું કશું આપણે મેળવી શકતા નથી, અને અનુભવ તો મળતો જ નથી હોતો. લોકોથી ખદબદતા ગામમાં ગુણદોષ આપણે શીખીએ છીએ, શબ્દોની સાઠમારી શીખીએ છીએ, પણ મૌનની શક્તિ અનુભવી શકતા નથી. એકાંત સિવાય જ્ઞાન પચતું નથી કે મળતું નથી, અનુભવનું દિવ્ય સુખ પ્રાપ્ત થતું નથી. દરેક પુરુષે પિતાના જીવનનાં થોડાંક વરસે તો એકાંતમાં ગાળ્યાં હોય છે. એકાંત સિવાય પરમાર્થ સધાતો નથી, વૃત્તિઓ શુદ્ધ થતી નથી. તુકારામે મોટા ભાગનો અભ્યાસ એકાંતમાં કર્યો. દેહુ ગામ સાથે થોડેઘણે સંબંધ એ રાખતા એટલાથી પણ તેમને લોકોનો ત્રાસ થતો અને મન દુભાતું હતું. આથી તેમાંથી છૂટવા તેઓ એકાંતમાં રહ્યા. અહંકાર બધામાં સહજ હોય છે. આત્મસ્વરૂપને ઢાંકીને એ રહે છે. જેમજેમ અહંકારને એક એક પડદે હઠાવાય તેમ તેમ ભગવાન આપણી સામે દેખાય છે, બધા પડદા હટી જતાં તેમને મળી શકાય છે. વિદ્વાનોમાં પણ વિદ્વત્તાને ભારે અહંકાર હોય છે અને તે દૂર કરે વધારે મુશ્કેલ હોય છે. Scanned by CamScanner