________________ 12 : શિષ્ય સમુદાય તુકારામે ગુરુપદ ન સ્વીકારતાં મેઘવૃષ્ટિથી ઉપદેશ કરવા ચાલ પસંદ કર્યો; કારણ કે મેઘ તરફ એકીટશે તાકી રહેનારા ચાતકો આ દુનિયામાં પેદા થાય છે એટલે એમાં મેઘ પણ બિચારો શું કરે ? તેમનું કીર્તન સાંભળવા હજારો લોકો આવતાં અને સંતોષ પામીને જતાં, પણ તેમાંથી કેટલાંક તુકારામને મન, વચન અને કાયાથી અનુસરવા લાગ્યાં. એવા ચૌદ સદ્દભાગી જવાનાં નામ દેહુના એક જૂના મકાન ઉપર એક સાથે આવેલાં છે. આ ચૌદ શિખ્યામાંથી સાત બ્રાહાણ અને સાત બ્રાહ્મણેતર હતા. આ જોતાં તુકારામ બ્રાહાણોને ધિક્કારતા હતા એવી દલીલ રહેતી નથી. આવા ભેદભાવ વારકરી સંપ્રદાયમાં ક્યારેય પિઠે નથી. બધા શિખે તુકારામના કૃપાછત્ર નીચે આનંદથી ભગવાનના ભજનમાં મસ્ત હતા અને બધાને પરસ્પર પ્રેમ પણ અવર્ણનીય હતા. પાછળથી બીજા ત્રણ શિષ્યોની વિગત મળેલી છે એટલે કુલ સત્તર શિષ્યને ટૂંક પરિચય અહીં છેઃ 1. મહાદાજી પંત કુલકર્ણી દેહકાર: દેહુના આ જોશી પહેલેથી તુકારામના ભક્ત હતા. તેમના અને તુકારામના કુટુંબના સંબધે પરાપૂર્વથી ચાલ્યા આવેલા. તુકારામના સંસારનું એ ધ્યાન રાખતા. જિજાઈને જરૂર વખતે મદદ કરતા. વડીલ તરીકે બધી કાળજી લેતા. એક ખેતરનું રખોપુ કરવા અર્થે મણ દાણું લેવાનું નકકી કરીને તુકારામ રહ્યા, પણ ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા ત્યાં તે ખેતરમાંથી બધું અનાજ પંખીઓએ સાફ કરી Scanned by CamScanner