________________ 106 સંત તુકારામ નહોતા. તુકારામના પ્રયાણ પછી પચીસ-ત્રીસ વરસે તેને સ્વમમાં તુકારામે ઉપદેશ દીધો. મૂળ પિંપળનેરનો પણ શિરૂર આવીને વસેલો એ જોશી કુળકણી હતો. અઢાર વરસે સંસારને બેજ માથે પડ્યો હતો. સુશીલ પત્ની હતી, પણ મંદિરની સેવા ઉપરથી એકાએક મન ઊઠી ગયું. સેવા કરતી વખતે ચાર ચાર વખત મંદિરના વહીવટદારોએ બોલાવ્યા છતાં એ સેવા પૂરી કરીને જ ગયે એ માટે ખૂબ સાંભળવું પડયું. ત્યારથી સંસાર પ્રત્યે વિરક્તિ આવી ગઈ. ઘરબાર બધું છોડીને વેરાગી થયે અને અનેક જાત્રાઓ કરી ચૂક્યો. તુકારામ માટે જબરી લગની લાગી. છેવટે દાણાપાણી છેડીને બેઠે ત્યારે સ્વમમાં તુકારામે ઉપદેશ આપ્યો. અભંગવાણું અને કીર્તનથી એ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા લાગ્યું. તેનું કીર્તન સાંભળીને કેટલાય વારકરી સંપ્રદાયમાં ભળી ગયા. પંઢરપુરની જાત્રા તેણે ચાલુ રાખી. તુકારામની પાછળ વારકરીના ભક્તિપંથને પ્રચાર નિળબા જેટલા કેઈએ કર્યો નથી. ભાગવતધર્મનો ઝંડે ખરેખર તેણે આખા મહારાષ્ટ્રમાં ફરકા. જ્ઞાનેશ્વરે જે પાયો નાખ્યો, નામદેવે જેનો વિસ્તાર કર્યો, એકનાથે જેના પર ધજા ચડાવી અને છેવટે તુકારામ જેનો કળશ બન્યા એ ભાગવતધર્મના મંદિરની અખંડ અને અભંગ ઈમારત પંઢરપુરના વિશાળ ક્ષેત્રમાં ભગવાન વિફૂલની કૃપા છાયા નીચે ઊભી છે. આપણું આ ભાગવત ધર્મનો જયજયકાર હો ! Scanned by CamScanner