________________ 102 સંત તુકારામ નીચેથી એક સોનામહોર કાઢીને કાંડાં પંતને આપી અને તે વટાવીને રોજ એક પૈસો રહેવા દઈને બીજા પૈસા જાત્રાના ખર્ચ માટે વાપરવા કહ્યું. રાખી મૂકેલા એક પૈસાની બીજે દિવસે સોનામહોર બની જતી. આ વાત કોઈને જણાવવાની તુકારામે ના પાડી હતી. જાત્રાએ જતી વખતે તુકારામે તેની સાથે ત્રણ અલંગ મોકલેલા તેમાં ગંગા, કાશી વિશ્વર અને વિષ્ણુપદની પ્રાર્થના કરેલી છે. જાત્રા કરીને પાછા આવ્યા પછી કાંડ પંતને થયું કે આપેલી સેનામહેર તુકારામ પાછી માગી લે તો? એટલે સોનામહેર રસ્તામાં ખોવાઈ ગયાની ખોટી વાત તુકારામને કહી અને કેડો પંતે ઘેર જઈને જોયું તો સોનામહોર હતી જ નહીં. આથી એ ખૂબ પસ્તા અને માફી માગીને તુકારામ પાસે પોતાની એ ભૂલ માફ કરાવી. 9, રામેશ્વર ભટ્ટ: તુકારામના એક વખતન હરીફ પાછળથી તેમના ભક્ત બની ગયા હતા. રામેશ્વર ભટ્ટના ભાઈના વંશજો આજે પણ વાઘેલીમાં રહે છે. રામેશ્વર ભટ્ટ તુકારામના શિષ્ય બન્યા પછી વારકરી મંડળમાં તે પણ રહેતા અને તુકારામની પાછળ રહીને તાલ દેતા. તુકારામ સાથે તેઓ દસ-બાર વર્ષ રહ્યા હતા. તેમની સમાધિ વાલીમાં જ હતી. 10, શિવબા કાસાર : લોહગામ તુકારામનું મોસાળ હતું એટલે ત્યાં પણ તેઓ કીર્તન માટે અવારનવાર જતા. તેમાં ઘણા લોકે એકઠા થતા પણ લોહગામને આ શિવબા ત્યાં જ નહિ, એટલું જ નહિ, પણ ઘેર રહીને તુકારામની નિંદા કરતા. પણ પાછળથી તે એ ભકત Scanned by CamScanner