________________ સંત તુકારામ ભક્તોના સંસારમાં પરમાત્મા કેવા ભળી જાય છે અને તેમને કશું પણ ઓછું આવવા દેતા નથી, એ વિશે થોડીક વાતે તુકારામના ગૃહસંસારમાંથી પણ મળે છે. તુકારામે જિજાઈની એકની એક સાડી એક અનાથ સ્ત્રીને આપી દીધી એમાંથી ધાંધલ મચી ત્યારે પાંડુરંગે જાતે જિજાઈના શરીર ઉપર શાલ ઓઢાડી દીધી અને બની લાજ રાખી. પહેલે પુત્ર મહાદેવ પથરીના દરદથી પીડાતે હતો ત્યારે ઉપચાર કરીને થાકેલી જિજાઈ પુત્રને વિઠેબાના પગ ઉપર ફેંકી દેવા મંદિરમાં ગઈ. ત્યાં મંદિરમાં પગ મૂકતાં જ મહાદેવને છુટથી પેશાબ થયે અને એ હળવાફૂલ બની ગ. સંસારને બધો બોજ ખેંચવા અને તુકારામને ભાતું પહોંચાડવા ડુંગર ઉપર આવ-જા કરવી પડે એથી જિજાઈ ક્યારેક ક્યારેક ખૂબ કંટાળી જતી. એક દિવસ ને પાછું ભરેલે લેટે લઈને જિજાઈ ડુંગર ઉપર ચડતી હતી. તાપ ખૂબ પડતો હતો. પગમાં પગરખાં નહતાં. કાંકરા ખૂંચતા હતા. જિજાઈ ખૂબ ત્રાસી ગઈ. ત્યાં તે એક મોટો કાંટો એના પગમાં પેસી ગયે. જિજાઈને તમ્મર આવી ગયાં. પાણીને લેટે પણ ઢળાઈ ગયે. પગમાંથી લોહીની સેર છૂટી, કેટલીય વાર પછી એ શદ્ધિમાં આવી અને કાંટે કાઢવા લાગી, પણ કોઈ પણ હિસાબે કાંટે નીકળતે નહે. પોતાના નસીબને અને આવા ધણીને પનારે પાડ નાર બાપને દેષ દેતી દેતી બનવાકાળ બની ગયાથી સંતોષ માનતી જિજાઈ કાંટે કાઢવા ખૂબ મલી પણ છે Scanned by CamScanner