________________ સંત તુકારામ ભગવાને તેના શરીર પર હાથ ફેરવ્યું. તે પછી ભગવાને પિતાના ખોળામાં જિજાઈને પગ લીધા અને જરા પણ પીડા ન થાય એ રીતે કાંટો કાઢી નાખ્યો. ભગવાન અને જિજાઈ તુકારામ પાસે ગયાં. બંનેને સાથે જોઈને તુકારામની નવાઈનો પાર ન રહ્યો. ત્રણે જણ સાથે બેસીને જમ્યાં. ભગવાને હાથ વડે જમીન ખેતરી તે અંદરથી પાણીનું નિર્મળ ઝરણું વહેવા લાગ્યું. તુકારામ અને જિજાઈ એ બેમાં ગુનેગાર કોણ? કેટલાકને મતે વિવાહિત પત્ની અને બાળબચ્ચાંનું ભરણપોષણ કરવાની તુકારામની ફરજ હતી અને એ ફરજ તેમણે ખબર નથી બજાવી એટલે તુકારામ જ સાચા ગુનેગાર છે. આ વિષે વિચાર કરતાં લાગે છે કે દુનિયાને ઉપદેશ દેનાર તુકારામને આ ફરજ દેખાતી નહોતી એમ કહી શકાય નહિ. તુકારામગાથામાં આવેલા સાત અભંગો ઉપરથી જિજાઈએ તુકારામ ઉપર મૂકેલા આક્ષેપ જોઈએ: (1) એ જાતે કાંઈ ધંધો કરીને પૈસા કમાતા નથી. પરણીને મારા પતિ થયા પણ બાળકોના ભરણપોષણની બધી વ્યવસ્થા મારે જ કરવી પડે છે. (2) એમના પેટની એમને ચિંતા નથી, અને અમારી પણ એ ફિકર કરતા નથી. (3) એ જાતે કાંઈ મેળવતા નથી, પણ ઘેર અનાજ આવે તે છોકરાંનેય ખાવા દેતા નથી. અનાજ અને કપડાં, માગે તેને આપી દે છે. તેઓ બીજાનાં પેટ ભરે પણ અમાર ભૂખ્યાં રહેવું પડે છે, અનેગાર અબિર ના રામની Scanned by CamScanner