________________ સંતપત્ની જિજાઈ દીકરીઓ અને મહાદેવ, વિઠ્ઠલ અને નારાયણ એમ ત્રણ દીકરા મળીને કુલ છ સંતાન થયાં. તેમાં કાશી સહુથી મોટી અને નારાયણ નાને. તુકારામના પ્રયાણ વખતે નારાયણ જિજાઈના પેટમાં હતો એટલે એ નાના પુત્રે પિતાને જોયા જ નહોતા. છોકરાંઓને સાચવવા માટે એક દાઈ રાખેલી હતી. તુકારામ ભંડારા કે ભામનાથના ડુંગરોમાં ભજનમાં લીન થઈ જતા ત્યારે ભૂખ-તરસને વીસરી જતા. જિજાઈ તેમને શોધી કાઢીને ખવડાવતી અને ઘેર પણ લઈ આવતી. જિજાઈએ દીકરીઓને ગરીબ સાથે જ પરણાવી હતી. એક દિવસ તુકારામ બહાર ગયા હતા ત્યારે બહાર જે છોકરાઓ રમતા હતા તેમાંથી બે છોકરાએને જોઈને જિજાઈ ઘરમાં લઈ આવી અને બ્રાહ્મણને બોલાવીને પોતાની બે મોટી દીકરી સાથે ફેરા ફેરવી દીધા ! કેઈ જાતની મિજબાની કે પહેરામણું કશું ન મળે. એ છોકરાઓનાં મા-બાપ સારાં હતાં અને તુકારામનાં ભક્ત હતાં એટલો જિજાઈને સંતોષ થયો. નાની દીકરી ગંગાનાં લગ્ન પાછળથી થયાં. તુકારામની વચલી દીકરી ભાગીરથી મહાન પિતૃભક્ત અને ભગવદ્ભક્ત હતી. તુકારામે પ્રયાણ પછી જેઓને દર્શન દીધાં તેમાંની ભાગીરથી પણ એક હતી. તુકારામના પુત્રોમાં સૌથી નાને નારાયણ ખૂબ કાર્યશીલ નીકળ્યો. દેહુ વગેરે ગામ તેને જ મળ્યાં. નારાયણનું લગ્ન દેહના ઈંગળે પટેલની પુત્રી સાથે થયું. તે પછી પણ તુકારામના વંશજો આ ઈંગળે પટેલના વંશજો સાથે લગ્ન કરતા. અત્યારના દેહુમાં તુકારામના મોટા ભાગે વંશજોનાં જ ઘર છે. ' Scanned by CamScanner