________________ સંત તુકારામ આજ સુધી દસ ટકા આપ્યા છે. સિત્તેર ટકા બાકીના એ માગે છે. હદયમાં બેસીને એ તકાદે કરે છે. એંસી ટકા એટલે એંસી તો. ભગવાન સિવાય બીજું છે પણ કેણુ? તું મારા વિચારો સાથે ભળી જઈશ એટલે આપણે વિરોધ મટી જશે. વાસનાનો ત્યાગ કર, શંકા છોડી દે. મારું માને તે તું તારું દિલ વિશાળ કર. હું તે જલદી વૈકુંઠમાં જવાનો છું. તું પણ મારી સાથે ચાલ. આપણું ત્યાં સન્માન થશે. ઘરબાર બ્રાહ્મણને આપી દે. હું અને બધું મારું એ ભાવ છોડ. ભૂખ-તરસ, ધનલોભ, મમત્વ વગેરે છોડીને હું કેવો સુખી થયે છું તે જે. તુકારામે જિજાઈને આ છેવટનો ઉપદેશ દીધું. આ ઉપદેશ નકામો ગયો નથી. જિજાઈનું આચરણ નિષ્કલંક, પવિત્ર અને પતિવ્રતાધર્મને અનુરૂપ હતું. પતિને જમાડ્યા વિના એ કોઈ દિવસ જમી નહોતી. દેખીતી રીતે પતિને એ વગોવતી હશે તો પણ તેને પતિપ્રેમનો ઝરે સ્વચ્છ હતો. તુકારામ ઉપર તેને અપાર પ્રેમ હતો. પતિ વિષે તેનો કકળાટ નિષ્કપટ અને નિર્મળ હતો. તુકારામના ઉપદેશોનું તેના મન ઉપર સુંદર પરિણામ આવ્યું. ઉપદેશ સાંભળ્યા પછી બીજે દિવસે ઘરબાર બ્રાહ્મણોને દાનમાં આપી દીધાં અને બધા પાશમાંથી તે મુક્ત થઈ પ્રેમ વિના ઝઘડે થતો નથી. ઝઘડાના સાચાપણું ઉપરથી લડનારાને નિષ્કપટ પ્રેમની, શુદ્ધ આચરણની અને સચ્ચાઈની પ્રતીતિ થાય છે. જિજઈને કાશી, ભાગીરથી અને ગંગા એ ત્રણ Scanned by CamScanner