________________ સંતપત્ની જિજાઈ 93 (4) તેઓ ઘરમાં તે રહેતા જ નથી. ઊઠીને જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાંથી તેમને શોધી લાવવા પડે છે. (5) બધાને ભેગા કરીને ઘોંઘાટ મચાવી મૂકે છે, સુખે ઊંઘવા પણ દેતા નથી. એમની સોબતથી બીજા પણ સંસારથી વિરક્ત બની બેઠા છે અને તેમની પત્નીએ પણ મારી જેમ રડતી ઘેર બેઠી છે ! જિજાઈના બધા આક્ષેપો આવા જ છે. એ ખોટા છે એવું તુકારામ પણ કહેતા નથી. એ સાત અભંગોમાંના છેલ્લામાં તુકારામે તેના જવાબ આપ્યા છે. સંસારને મિથ્યા માન્યા પછી તુકારામ સંસારના સંબંધ, કર્તવ્યે તેમ જ સુખદુઃખ વિષે ઉદાસીન થઈ જાય એમાં એમનો દોષ પણ છે? જાગ્રત થયેલા પુરુષ અને સ્વમમાં રાચતી સ્ત્રી–બંને સાથે થઈ જાય અને તેમાંથી જે પરિણામ આવે એ જ તુકારામ-જિજાઈના સંસારનું પરિણામ આવ્યું કહેવાય. ઊંઘતી સ્ત્રીની લાગણીઓની જાગ્રત પુરુષ ઉપર જરાય અસર પડતી નથી, ઊલટાનો જાગ્રત પુરુષ ફક્ત એ સ્ત્રીને જગાડવા પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન તુકારામે જિજાઈને આપેલા “પૂર્ણ બંધ’થી કર્યો છે. તુકારામે દુનિયાને ઉપદેશ આપ્યો છે તેમાં જિાઈ પણ આવી જ જાય છે; છતાં જિજાઈને જ સંબોધીને જે બાર અભંગ દ્વારા પૂર્ણ બેધ” આપ્યો છે, તે જિજાઈની ફરિયાદેના જવાબ માટે પૂરત છે. પાંડુરંગ આ શરીરને માલિક છે. એ ભલો છે. દયાળુ શાહુકારની જેમ તે એના કુળને ભૂખે મરવા દેતે નથી. તે આપણી પાસેથી એંસી ટકા વસૂલ કરે છે. મેં Scanned by CamScanner