________________ સંતપત્ની જિજાઈ તે નીકળ્યો જ નહિ. કાંટે પગના તળિયાની આરપાર નીકળીને ઉપર સુધી આવી ગયો હતે. બાપે કેવા શ્રીમંતાઈના ભપકાથી એનું લગ્ન કરેલું, ભાઈ મેરી જાત્રામાં કેવી હોંશથી એને સાથે લઈ ગયા હતા વગેરે સુખના દિવસે યાદ કરીને અને તુકારામને ઘેર ભેગવવાં પડતાં દુઃખો સાથે તેને સરખાવીને પેટ ભરીને એ રડી. આ બાજુ તુકારામની ભૂખ વિઠેબાને લાગી એટલે તેમને જિજાઈની પણ દયા આવી. કારણ કે જિજાઈ પણ પિતાને પતિવ્રતા ધર્મ પાળતી હતી. સ્વધર્મનું આચરણ કરનાર પર ભગવાનને પ્રેમ હોય છે. જિજાઈ સામે પીતાંબરધારી રુકિમણીપતિ પ્રગટ થયા, પિતાના સંસારને સળગાવી દેનાર વિઠોબાની શ્યામસુંદર સગુણ મૂર્તિ સામે જોતાં જ જિજાઈને સંતેષ થવાને બદલે સંતાપથી તે ઘેરાઈ ગઈ પિતાને આ દશાએ પહોંચાડનાર આ કાળિયે જ છે, એમ સમજીને એણે મેં ફેરવી લીધું. જિજાઈનું આ વર્તન જોઈને ભગવાનને પણ મજાક કરવાનું મન થયું. રાવણ, કંસ, શિશુપાલ વગેરે માટે જે ભગવાન દુમન હોવા છતાં તારક બન્યા, એ જ ભગવાન પોતાના પરમ ભક્તની માયાથી પોતાની સાથે નજર મેળવી દે એમાં શી નવીનતા ગણાય? કઈ પણ બહાને મન ભગવાન તરફ લગાડવાનું પ્રાણીમાત્રનું કર્તવ્ય હાઈ જિજાઈએ જ્યાં આંખ માંડી ત્યાં તેને શ્રીકૃષ્ણ દેખાવા લાગ્યા. છેવટે મારે આ મૂઆ કાળિયાનું મેં જેવું નથી એમ નિશ્ચય કરીને તેણે બંને હાથ વડે આંખે ઢાંકી દીધી ત્યાં તે એ જગદાત્મા અંતરમાં દેખાવા લાગ્યા ! પુત્રીની જેમ Scanned by CamScanner