________________ સંતપત્ની જિજાઈ ગયા. તે પછી તુકારામ પોતાના નાનાભાઈ કાન્હાબાથી જુદા થયા અને ત્યાર પછી તે જિજઈને સંસાર ચલાવે પણ ભારે થઈ પડ્યો. એ જ અરસામાં જિજાઈને બાળકો પણ થયાં. પતિ કશું કમાય નહિ અને ઘરમાં બાળબચ્ચાંની કચડ્યું હોય તેથી જિજાઈનો સ્વભાવ ઝઘડાખોર થઈ જાય એમાં નવાઈ નથી. જિજાઈનો સ્વભાવ સારો હોત તો તુકારામ ભંડારા ઉપર ગયા ન હોત, અન્ન-વસ્ત્રની તંગી પડતાં તેને બધો જ એકલી જિજાઈ ઉપર પડ્યો ન હેત, તે જિજાઈ પણ આવી ઝઘડાખોર કે અસહનશીલ પણ થઈ ન હોત. વિકલ્પને નહિ પણ હકીકતને જ આપણે જેવી રહી. નસીબ કહો કે ઈશ્વરેચ્છા કહો પણ આખી જિંદગી બન્નેને સાથે સંસાર વિતાવવો પડ્યો. પાશ્ચાત્ય તત્ત્વવેત્તા અને સાધુપુરુષ સૌક્રેટિસના જેવી જ તુકારામને પણ કર્કશા પત્ની મળી હતી એમ લકે કહે છે તે પણ જિજાઈમાં અનેક મહાન ગુણો હતા અને તુકારામના સત્સંગમાં તેનું જીવન વીત્યું હોવાથી એના જીવનની ઉત્તરોત્તર પ્રગતિ જ થઈ હતી. તુકારામના વિરાગ્યને અને અભ્યાસને આવી જ જરૂર હોવાથી નારાયણે ગ્ય અને જરૂરી એવી ચેજના કરી હતી એમ કહેવું જોઈએ. તુકારામ અને જિજાઈનો મેળબેસાડી દેવામાં ભગવાન ભૂલ્યા છે એવું શી રીતે કહેવાય? જિજાઈના સ્વભાવમાં થોડી તીખાશ હતી અને સંજોગવશાત્ એ વધી એ વાત સાચી હોય તે પણ તેનાં સત્કર્મોને લીધે તેને આ જન્મ લકત્તર ભગવદ્ભક્તનો સાથ મળે અને તેને ધાર્મિક અને પુણ્યશાળી વાતાવરણમાં રહેવા મળ્યું. Scanned by CamScanner