________________ - - - - સંત તુકારામ પછી તેઓ પાછા પૂના પહોંચી જાય. એ ક્રમ છે દિવસ સુધી ચાલુ રહ્યો. દિવસે દિવસે શિવાજીના , વિરાગ્યની માત્રા વધી ગઈ અને તેઓ પૃના પાછા ન ફરતાં દેહુમાં જ તુકારામ સાથે રહ્યા. જીજાબાઈને થયું કે શિવાજી રાજકારણ છોડીને સાધુના સંગમાં સાધુ થઈને જ રહે કે શું? તેથી જીજાબાઈ પૂનાથી દેહુ ગયાં. તુકારામે કીર્તનમાં વર્ણશ્રમની ફરજ કહી અને ક્ષાત્રધર્મ અને રાજધર્મને બરા બર સમજાવીને શિવાજીને પિતાની ફરજ બજાવવા મોકલ્યા. એક દિવસ તુકારામના કીર્તનમાં શિવાજી બેઠા હતા ત્યારે એક હજાર પઠાણોએ ઓચિંતે વિઠોબાના મંદિરને ઘેરો ઘાલ્યા, ત્યારે તુકારામના પુણ્યપ્રતાપે કહો કે શિવાજીની સાવધાનીથી કહે, પણ મંદિરમાંથી શિવાજીના જેવા જ એક હજાર પુરુષો બહાર નીકળ્યા. એથી સાચા શિવાજી કોઈથી ઓળખી શકાયા નહિ. આ વાત બધા જાણે છે. એક દિવસ તુકારામનું કીર્તન ચાલતું હતું ત્યાં વારકરીઓ સાંભળવા બેઠા હતા તેમાં શિવાજી, તેના વીર લડવૈયાઓ અને મુત્સદ્દીઓ પણ બેઠા હતા. આ બંને વર્ગને સાથે ઉપદેશ દેતાં તુકારામે કહેલું કે વીરત્વ રાજકારણમાં કે પરમાર્થમાં એક સરખું જ દુર્લભ છે. પ્રપંચ, રાજકારણ અને પરમાર્થ એ ત્રણેમાં સામાન્ય જનો વધારે આવે છે. સામાન્ય જીવો તો બધે ઠેકાણે હોય છે. ગુણજન બહુ દુર્લભ હોય છે. આ નાશવંત શરીરના બધા વિકારોથી પર રહે. વિકારોને જીતે તે વીર. બુદ્ધિમત્તા, ઉદ્યોગપરાયણતા, ઉચ્ચ ધ્યેય, પરાક્રમ, લોકકલ્યાણ વૃત્તિ એ વીરના સહજ ગુણ છે. વીર ઉદાર સ્વભાવ Scanned by CamScanner