________________ 50 સંત તુકારામ . રીતે તૂટ્યાં, હરિપ્રેમની લગનીથી જીભમાં કેવી મીઠાશ વ્યાપી, ઇંદ્રિયેનું આકમણું કેવી રીતે અટક્યું, સામે ચાલીને સુખ કેવી રીતે આવ્યું એ વિષે તુકારામે અલંગમાં વર્ણન કર્યું છે. ભગવાનનું સ્વરૂપ જોતાં કે ધ્યાન ધરતાં નામનો રંગ મનમાં ઉમટે છે અને એમાં રંગાતાં શ્રીરંગ અંતરમાં પ્રગટ થાય છે અને તુકારામ લીન થઈ જાય છે. તુકારામના ઘરને આવો અમૃતભોજન સમારંભ જોઈને જેના મોંમાં પાણી ન છૂટે એ પથ્થર હૃદયને કેણ હશે! નામસ્મરણથી ન સમજાયેલું સમજાઈ જાય, ન દેખાયેલું દેખાય, અબલને વાચા મળે, ન મળેલું મળી જાય, આ અલભ્ય અને અપાર લાભ ઘેર બેઠાં મળે છે એવું તુકારામે સ્વાનુભવથી કહ્યું છે. આ અનુભવથી જ સમજાય છે. નામ વિના ભવસાગર તરવા માટે બીજો કોઈ ઉપાય નથી એવું તુકારામે વિઠોબાની આણ” દઈને કહ્યું છે. ' નામનું માહાસ્ય અને કે ગાયું હશે પણ તુકારામના અભંગેની અમૃત રસતરંગિણી બીજે ક્યાંથી મળવાની હતી? તુકારામરૂપી ગોમુખથી ખળખળ વહેતી આ નામ-મંદાકિનીથી આખી દુનિયાને તેમણે પિતાના પવિત્ર ઉદરમાં સમાવી દીધી છે. નામામૃતના સેવનથી તુકારામની જીભની મીઠાશ વધી અને તુકારામ તેમ જ નામ એક થયાં. પછી ભક્તને છોડીને ભગવાન દૂર રહે જ શાના? ભગવાન, ભક્ત અને નામસ્મરણનો ત્રિવેણીસંગમ થયો. તુકારામની અપાર નામપ્રીતિ જોઈને તુકારામને મળવા માટે તેમને ગમતા રૂપે ભગવાનને આવવું પડયું. સાથી ની સીમા આવે એટલે સાધ્ય સામે ચાલીને આવે છે. Scanned by CamScanner