________________ સગુણ સાક્ષાત્કાર રામેશ્વર ભટ્ટે સ્નાન કર્યું ત્યાં તો એમના આખા શરીરે બળતરા શરૂ થઈ ગઈ કેઈએ કહ્યું કે આ પેલા ફકીરના શાપનું પરિણામ છે. ત્યારે કેઈએ કહ્યું કે તુકારામને હેરાન કર્યા તેનું આ પરિણામ છે. રામેશ્વર ભટ્ટના શરીરે બળતરા વધતી જ ગઈ. શિષ્યોએ ઠંડક માટે અનેક ઉપચારો કર્યા, પણ બધા નિષ્ફળ નીવડ્યા. એમના આખા શરીરે બળતરા વ્યાપી ગઈ. સપુરુષને કેઈ ત્રાસ આપે તે એના પર આપત્તિ આવ્યા વિના ન રહે. તપ અને વિદ્યા એ બંનેની સાધના બ્રાહ્મણોને મોક્ષદાયક ખરી, પણ બ્રાહ્મણ જ્યારે ખોટી રીતે વિદ્યાને ઉપયોગ કરે છે ત્યારે તેની અધગતિ થાય છે. અધકચરે બ્રાહ્મણ તપસ્વી હોય તેય આફતમાં આવી પડે છે. આખરે બળતરા શાંત કરવા રામેશ્વર ભટ્ટ આળંદીમાં જઈને જ્ઞાનેશ્વરની સેવામાં લાગી ગયા. આ તરફ તુકારામનાં ભક્તિ અને વૈરાગ્ય પરાકાષ્ટાએ પહોંચ્યાં. હવે ભગવાનને પ્રગટ થયા વિના છૂટકે નહે. ભક્તિના સાચાપણાની પરીક્ષા થવાની હતી, તુકારામની ભક્તિની કસોટી થઈ રહી હતી. ખરી રીતે તો દેવના દેવત્વની જ પરીક્ષા થઈ રહી હતી. વેદ, શાસ્ત્ર, પુરાણ, સંતવચને અને ભક્તોની આબરૂ રાખવાનું ભગવાનના હાથમાં હોય છે, એટલે ભગવાન સગુણ સ્વરૂપે પ્રગટ થઈને તુકારામને ભેટ્યા અને નદીના ઊંડા ધરામાં પડેલી વહીઓ બહાર લાવવાની ભગવાને ફરજ બજાવી. આવી વિપત્તિમાં ભગવાને તુકારામની સંભાળ લીધી ન હોત તે પણ તુકારામની નિષ્ઠા એટલી જ રહેત પણ લોકોને ભગવાનના અરિતત્વની અને દયાળતાની ખાતરી થઈ ન હોત. Scanned by CamScanner