________________ સંત તુકારામ ચરણમાં મારું ચિત્ત રમતું મૂક્યું છે, હવે તું મને ભેટ એટલે આ ભવબંધનની ગાંઠ છૂટી જાય. આમ સાક્ષાત્ દર્શન માટે ઉત્કંઠિત થઈને તુકારામ દેહુના પાંડુરંગના મંદિર સામેના પથ્થર ઉપર ચિતન કરતાં તેર દિવસ સુધી આંખે ફાડીને પડ્યા રહ્યા. તેર દિવસ સુધી ભૂખ કે તરસનું તેમને ભાન જ ન રહ્યું. હૃદયમાં પાંડુરંગનું ધ્યાન તપસ્વી ધ્રુવની જેમ તેમણે ધર્યા કર્યું. આ બાજુ વાઘોલીમાં રામેશ્વર ભટ્ટ ભકતદ્રોહ કર્યો એથી ભગવાનને તેમના પર કોપ ઊતર્યો. ભગવાન સાથે કરેલું કપટ કદાચ ભગવાન સહન કરી લે, પણ ભક્તને કેાઈ હેરાન કરે એ તો જરાય સહન ન કરી શકે. કંસ, રાવણ વગેરે ભગવાનના વિરોધીઓ મોક્ષપદ પામ્યા, પણ ભક્તષી પશ્ચાત્તાપથી શુદ્ધ થઈને ભક્તને જ શરણે ન આવે તો તેની અવશ્ય અગતિ થાય છે. બધાં પ્રાણીએના હિત માટે મન, વચન અને કાયાથી ઝૂઝનારા મહાત્માઓનાં મન બધાં પ્રાણીઓના અંતરમાં વ્યાપી રહેનારાં હોવાથી તેમને દીધેલા ધક્કાથી એ સર્વ ભૂતાધિવાસ હલી ઊઠે છે. એટલે જ સાધુપુરુષને છળવા જેવું બીજું પાપ નથી. રામેશ્વર ભટ્ટ વાઘેલીથી પૂનામાં આવેલ નાગનાથનાં દર્શને જવા નીકળ્યા. નાગનાથમાં પ્રકટ દૈવત હોવાથી એ ધામઉપર રામેશ્વર ભટ્ટને ભારે આસ્થા હતી. રસ્તામાં અનઘડ સિદ્ધ નામને એક ઓલિયો રહેતો હતો. તેણે પિતાની વાડીમાં એક વાવ બાંધી હતી. આ વાવ અને અનઘડશાહનો તકિ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વાવમાં Scanned by CamScanner