________________ સગુણ સાક્ષાત્કાર 73 પામે છે, અગ્નિની જ્વાળા પણ શીતળ બની જાય છે. જેનું દિલ ચોખું છે તેના તરફ બધા પ્રેમ રાખે છે, કારણ કે બધાના અંતરમાં એક જ ભગવાનને વાસ છે. રામેશ્વર ભટ્ટે આ અભંગ ખૂબ ધ્યાનપૂર્વક વાંચે. તેમાંનો બોધ તેમને વા. તેમના તન-મનને સંતાપ શાંત થઈ ગયે. હવે તેઓ પહેલાંના રામેશ્વર ભટ્ટ રહ્યા નહોતા. એ સંત તુકારામના ભક્ત થઈ ગયા અને તેમની જ સાથે રહેવાની પિતાની ઈચ્છા દર્શાવી અને અજાતશત્રુ મહાત્મા તુકારામે તેમની એ ઈચ્છા પૂરી પણ કરી. રામેશ્વર ભટ્ટ તુકારામ મહારાજ વિષે રચેલા ચાર અભંગ ખૂબ પ્રસિદ્ધ છે. તેમાં તેમણે તુકારામ મહારાજને બિરદાવ્યા છે. ભક્તોની જાતિ કે ગોત્ર કોઈએ જેવું નહિ. ભક્ત કોઈ પણ જાતનો હોય પણ એના પગે પડવામાં દેષ નથી. ધર્મને લાગેલો ક્ષયરોગ તુકારામે ધનવન્તરિ બનીને દૂર કર્યો. તુકારામનું કાર્ય શાસ્ત્ર સાથે સંકળાયેલું છે એવું રામેધર ભટ્ટને તેમના સહવાસથી જણાઈ આવ્યું. અદ્વૈત સિદ્ધાંત સ્વીકારીને તુકારામે ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો. ભગવાન અને બ્રાહ્મણોની તેમણે ભક્તિભાવપૂર્વક સેવા કરી. તેઓ શાંતિ, ક્ષમા અને દયાભર્યું જીવન જીવી ગયા. દુનિયાના અજ્ઞાનનો અંધકાર દૂર કરવા માટે સંતરૂપી ગ્રહમંડળમાં તુકારામ સાચા સૂર્યની જેમ પ્રકાશે છે વગેરે શબ્દોથી રામેશ્વર ભટ્ટે આ અભંગોમાં તુકારામ મહારાજનાં વખાણ કર્યા છે. શ્રીકૃષ્ણના દર્શનનો આનંદ અખંડ અનુભવનાર શ્રી Scanned by CamScanner