________________ મેઘવૃષ્ટિ હમેશાં નિંદનીય જ છે. તુકારામે જે પ્રહાર કર્યા છે તે દુર્ગુણ ઉપર કર્યા છે, માણસ ઉપર નથી કર્યા એ ભૂલવું ન જોઈએ. હરિભજનને નામે ઢાંગ કરનારાને તુકારામે બરાબર ખુલ્લા કર્યા છે. એવા પેટ ભરનારા સંતના ફંદામાં ન ફસાવા જનતાને તેમણે વારંવાર ચેતવી છે. કેટલાય કહેવાતા કીર્તનકારો, પુરાણીઓ, ગુરુ, કવિ, વિદ્વાન અને સંતોમાંથી પણ જે જે જૂઠાણું તેમને જડયું, એ તરફ તેમણે બધાંનું ધ્યાન દોર્યું છે. આવા ઉપદેશક વર્ગની સમાજને જરૂર છે એટલે તેઓએ નિર્મળ અને નિર્દોષ રહેવું જોઈએ, પણ આવી સમજણ, ચીવટ અને સત્યનિષ્ઠા ખૂબ થોડા લોકોમાં હેય છે. મોટે ભાગે એમનામાં બજારુ વૃત્તિ જ વધારે દેખાય છે. એટલે તેમનું ઢોંગીપણું છોડી દેવા અને હરિપ્રેમ તરફ મનને વાળવા તેમ જ સદાચાર ન છેડવાનો તુકારામે તેમને ઉપદેશ આપ્યો છે. કીર્તનસંપ્રદાય વિષે તુકારામને ખૂબ પ્રેમ હતો એટલે કીર્તનમાં કેઈ ઢાંગી હરિદાસ ન હોય એવું તેમને સ્વાભાવિક લાગે જ. પેટ ભરવા માટે જ કીર્તન ન કરવું, કીર્તનને ધંધો ન બનાવે એવી તુકારામની ખાસ આજ્ઞા છે. કીર્તનકાર અને પુરા સમાજના ગુરુ છે. તેમણે નિર્લોભ અને નિર્દભ થઈને લોકોને હરિભક્તિ અને સદાચાર શીખવવાં જોઈએ, બેલવા પ્રમાણે વર્તવું જોઈએ. એ બધાને તુકારામ કહે છે કે, ઢાંગ કરીને લોકોને ફસાવશે નહિ, ઇંદ્રિયોને જીતીને પહેલાં તમારે આધીન કરી દે, તમે જાતે ન્યાય-નીતિથી વર્તો, બેલે તેવું તે જરૂર વર્તે, પિતે ફસાવ નહિ કે લોકોને ફસાવ નહિ, નિષ્કામ Scanned by CamScanner