________________ મેઘવૃષ્ટિ લીધો હતો અને એ પ્રકાશમાંથી ભક્તિવિરોધી મતવાળાઓને તેમનો સંદેશ લેવો પડ્યો; એટલું જ નહિ, પણ ભક્તિ પંથમાંના અનેક ઢાંગ પણ તેઓ દૂર કરી શક્યા. ભગવાનના ભક્તો પોતાની જાતને કહેવડાવે ખરા, પણ ભગવાનને માન કેમ આપવું, ત્યાં હાથ જોડીને નમ્રતાથી કેમ વર્તવું, ભગવાન સામે ગરબડ કે તેફાન ન કરતાં તેમની પૂજા-અર્ચા અને ભજન એકાગ્ર થઈને શી રીતે કરવાં, સારી સારી વસ્તુઓ ભગવાન પાસે કેમ મૂકવી. ભગવાન પાસે જતી વખતે મનમાંથી મેલા વિચારો હટાવીને પવિત્ર થઈને કેમ જવું એવી સાદી વાતે પણ તેમને સમજાતી નથી એ કેવી નવાઈની વાત કહેવાય! ભગવાન મેળવવા છે તો મનને મલિન કેમ રાખે છે ? અભિમાન, ઠાઠ, આળસ, ચંચળતા, દેષયુક્ત વર્તન, મનના મેલ વગેરે ભગવાનના ભક્ત દૂર કરવાં જોઈએ, કેવળ બહારના વેશથી કંઈ ભક્ત થાય ખરો? તુકારામનાં કીર્તનમાં અને દર્શન માટે આવનારામાં મોટા ભાગના સંસારીએ જ હશે. તુકારામે પ્રપંચ ફગાવી દીધા. એકનાથને સંસાર અનુકૂળ પત્નીને લીધે સુખી હતા, રામદાસ તો એ પ્રપંચમાં પડ્યા જ નહિ. આ ત્રણે મહાત્માએ વિરક્ત હતા. એ ત્રણેના જે બહુજનસમાજ ન થાય. તુકારામે લોકોને ઉપદેશ દ્વારા કેવી રીતે ચેતવ્યા, પાટા ઉપરથી રોજ ઊતરી જતી ગાડીને ધર્મ અને નીતિને માગે કેવી રીતે ચડાવી અને ભગવાન, ધર્મ અને સંત પ્રત્યે તેમનામાં પ્રેમ ઉત્પન્ન કરવા માટે કેવી રીતે વર્યા તે હવે જોઈએ : ડાહ્યા માણસને એક જ વાક્ય બસ છે. ચિત્તને Scanned by CamScanner