________________ થવૃષ્ટિ કરવો જોઈએ. સંત એક સારા વિદ્ય જેવો છે. તેની પાસે સર્વ રોગોની દવાઓ હોય છે. દરેકે પોતાના રોગને અનુરૂપ દવા લેવી, ચરી પાળવી અને નીરોગી બનવું. સંત વિરોગ મટાડે છે. વિદ્યો તો પિસાના ભૂખ્યા હોય છે, પણ તે પરોપકારી અને નિષ્કામ હોવાથી તેમને એમાં કોઈ પણ જાતનો સ્વાર્થ હોતો નથી, ઊલટાના તેઓ પોતાની વિવિધ શક્તિઓથી સમાજને ઉપકારક બનતા હોય છે. તુકારામના અભંગરૂપી અરીસામાં મેં જોઈને બધા પોતાનો રોગ જાતે નક્કી કરી શકે છે. સંત લોકોને જાગ્રત કરે છે, તેમની મેહનિદ્રા ઉડાડે છે, ધર્મનું રહસ્ય સમજાવીને ઉદ્ધારનો માર્ગ બતાવે છે, ભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યનો બોધ આપીને તેમની બુદ્ધિનો વિકાસ કરે છે, જીવોને અભયદાન આપે છે અને નિજાનંદના વિશાળ સામ્રાજ્યને અનુભવ કરાવે છે. સંતને ઉપકાર મા-બાપ કરતાંય વધારે છે. આવી મહાન વિભૂતિઓમાં તુકારામ એક હતા અને તેમના ઉપદેશોની મેઘવૃષ્ટિ નીચે આપણે બધા નગ્ન થઈને એ અમૃતજળને માથા ઉપર ચડાવી કૃતાર્થ થઈએ. તુકારામનો મુખ્ય ઉપદેશ આ છે. ખરી રીતે તો તુકારામના બધાય અભંગે મેઘવૃષ્ટિ જ છે. અમૃતની એ સેરા અંતરથી ઝીલીને સૌએ પિતાના જીવનને કૃતાર્થ કરવું જોઈએ. વિવિધ પ્રકારના લોકોને તેમણે આપેલા ઉપદેશ હવે જોઈએ : (1) પત્ની નચાવે તેમ નાચે નહિ એ ધર્મિષ્ટ થઈ શકે. Scanned by CamScanner