________________ સંત તુકારામ દેહમાં તેર દિવસ સુધી તુકારામ પથ્થર ઉપર પડ્યા રહ્યા હતા. આખરે તેમને દર્શન દઈને ભગવાને બચાવી લીધા. તુકારામે ત્રિભુવનનાથને ભક્તિબળથી ખેંચ્યા અને એ નિરાકાર સાકાર બન્યા. તેમની અસીમ ભક્તિનું સામર્થ્ય દુનિયાને દેખાયું. શ્રીહરિએ બાળવેશ ધારણ કરીને તુકારામને દર્શન દીધાં અને આલિંગન આપીને સંતોષ્યા. તુકારામને ભગવાનના સગુણ સ્વરૂપનાં દર્શન થયાં. “પ્રલાદની જેમ હું તારી પાછળ પણ સદાય ઊભું છું અને તારી કવિતાની વહીઓ મેં પાણીમાં પણ સુરક્ષિત રાખી છે” એવું તુકારામે ભગવાનના મુખેથી સાંભળ્યું તેથી સંતોષ થયે અને ભગવાન પણ ભક્તના હૃદયમાં અંતર્ધાન થઈ ગયા. આ વખતે તુકારામનું શરીર બહારથી નિક્ષેતન દેખાતું હતું. શ્વાસોચ્છવાસ ધીમે પડી ગયો હતો. હલનચલન બંધ હતું. તેમના નિંદકોને થયું કે ખેલ ખલાસ છે, પણ ભાવિકોને તેમના મુખ ઉપર પ્રકાશ દેખાતો હતો અને ધીમે ધીમે નામ–જપને અવાજ પણ સંભળાતા હતા. આમ ચૌદમે દિવસે પરોઢિયે પ્રગટ થઈને ભગવાને લોકોને કહ્યું કે, અભંગોની વહીઓ પાણીની સપાટી ઉપર તરે છે એ તમે લઈ આવે. બધા ભક્તોને આનંદ થયો અને બધા નદીના ધરા તરફ દેડ્યા. ત્યાં થયેલા ચમત્કારનું તો વર્ણન જ શી રીતે થઈ શકે ! વહીઓનું પોટલું તુંબડાની જેમ પાણીની સપાટી ઉપર લહેરાતું તેમણે જોયું! બધા આનંદની કિકિયારીઓ કરી ઊઠ્યા અને “રામકૃષ્ણહરિના નાદથી દશે દિશા ગાજી ઊઠી. બેચાર જણે તરત પાણીમાં કૂદકો મારીને પોટલું કાળજીપૂર્વક બહાર કાઢયું. આ તરફ તુકારામે આંખ ઉઘાડી ત્યાં તે ભક્તોની Scanned by CamScanner