________________ સંત તુકારામ વખાણ સાથે નિંદા પણ કરી છે, ગમે તેવી કલ્પનાઓ પણ કરી છે, પ્રેમથી ગાળે પણ દીધી છે, પણ ભગવાન સાથેનું પિતાનું એકય ઓળખ્યા વિના નથી કર્યું. તુકારામ અને બીજા સંતો પંઢરપુરની વિઠ્ઠલ ભગવાનની મૂર્તિના ઉપાસક હતા. પરંપરાગત એ રિવાજ ભગવાન વિઠ્ઠલની રોજ પૂજાઅર્ચામાં પરિણમ્યું હતું. વિઠ્ઠલ મંદિર નો જીર્ણોદ્ધાર જાતે કરનાર અને વિઠ્ઠલ મંદિરમાં જ છેવટ સુધી કીર્તન કરનાર તુકારામ મૂર્તિ પૂજક હતા. તુકારામના શિષ્ય નારાયણે દેહની એમની સનમાં “તુકારામ શ્રી ભગવાનની મૂર્તિની પૂજા સ્વહસ્તે કરતાં હતા” એવું ચેખા શબ્દોમાં લખ્યું છે. વિઠ્ઠલ ભગવાનની મૂર્તિની પૂજા, અર્ચા, ધ્યાન, ધારણા અને અખંડ નામ મરણ ચાલુ હતાં છતાં ભગવાનના સાક્ષાત્કાર માટે તુકારામ બધા પ્રયત્નો કરતા હતા. જે મૂર્તિની પોતે રોજ પૂજા કરે છે એની પ્રત્યક્ષ મુલાકાત કયારે થશે એવું તેમને થયા જ કરતું. પ્રહલાદ અને ધ્રુવ જેવાએ બાળપણમાં જ ભગવાનને સગુણ રૂપનું દર્શન કર્યું. નામદેવ સાથે ભગવાન પ્રત્યક્ષ બેલતા ચાલતા, જનાબાઈ સાથે દળવા બેસી જતા, એવા મારા પંઢરીરાય મને દર્શન ક્યારે દેશે એવી તાલાવેલી તેમને લાગી. પ્રત્યક્ષ દર્શન વિના બ્રહ્મજ્ઞાન તેમને કેરું લાગતું, બ્રહ્મજ્ઞાનની ખાલી વાતો સાંભળવાથી કે કહેવાથી તેમને સંતોષ થતો નહોતો. પોતાના હાથે જ ભગવાનને ભેટવાનું મળે, બની નજર મળે, આંખે ભગવાન ન દેખાય તો આ આંખ ન હોય તોય શું, આંખથી ભગવાનના ચરણ ન દેખાય એના કરતાં અંધાપશે છે એવા વિચારો તેમને થતા. Scanned by CamScanner