________________ સગુણ સાક્ષાત્કાર શ્રતિના અર્થો મળી આવે છે એ લોકમુખથી તેમણે સાંભળ્યું, ત્યારથી તુકારામ વિશે અને સામાન્ય રીતે વારકરી સંપ્રદાય વિશે તેમને અભિપ્રાય ફરી ગયે. રામેશ્વર ભટ્ટને વિચાર પણ સમજવા જેવો છે. તુકારામ જે ભાગવતધર્મની ધજા નીચે ભક્તિપ્રચારનું કામ કરતા હતા, ભાગવતધર્મની કેટલીક બાબતો સાથે તેમને પ્રામાણિક વિરોધ હતો. સાચું કહીએ તો જ્ઞાનેધરના સમયથી જ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણે ભાગવતધર્મ તે વર્ણાશ્રમનાં ધર્મબંધન ઢીલાં કરનારે એક બંડખોર સંપ્રદાય છે એવું માને છે. ખરી રીતે એ તે નથી. ઊલટાનું વૈદિક ધર્મનું ખૂબ ઉત્તળ, વ્યાપક અને લોકે દ્ધારક સ્વરૂપ જ ભાગવતધર્મમાં જોવામાં આવે છે. આ ચર્ચાને જવાબ ભાગવતધમી સંતનાં ચરિત્રોએ જ આપી દીધો છે. વારકરીઓ જાતિભેદ ભૂલીને એકમેકને પગે લાગે છે. સંસ્કૃતમાં રહેલું જ્ઞાનરહસ્ય પ્રાકૃતમાં કહેવામાં આવે છે અને તેથી દેવવાણીની પાયમાલી થાય છે. કર્મમાર્ગ ઉપર થોડેઘણો કટાક્ષ કરીને ભક્તિનું અને નામનું જ માહાસ્ય સૌથી વધારે કહેવાય છે. આ વાત જાના વિચારના કેટલાય શાસ્ત્રી પંડિતો અને વૈદિક કર્મકાંડીઓ આજે પણ સ્વીકારતા નથી. બધા શાસ્ત્રી–પંડિતે આ મતના હતા એવું નથી, પણ આ મતના અભિમાનીઓથી ભાગવતધર્મ પ્રચારક જ્ઞાનેશ્વરને અને એકનાથને જેમ અગાઉ હેરાન કરવામાં આવ્યા હતા એવી જ રીતે તુકારામને રામેશ્વર ભટ્ટે હેરાન કર્યા. વૈદિક સંપ્રદાય અને ભાગવત સંપ્રદાય જુદા જુદા છે. સંસ્કૃત ભાષામાં જ બધું ઘરહસ્ય રહેવું જોઈએ અને Scanned by CamScanner