________________ સગુણ સાક્ષાત્કાર સાથે ભજનમાં ભળ્યા. સાચું અને ખોટું લોકેના ધ્યાનમાં આવી જતું જ હોય છે. તુકારામની પડોશમાં જ અંબાજીબુવા પિતાની મોટાઈની દુકાન માંડીને બેઠા હતા, પણ તેમની પાસે લોકોને જે જોઈતું હતું તે નહોતું એટલે તેમના ભજનમાં કઈ ભળ્યું નહિ. અંબાજી અને તુકારામ-એક છેટું અને ખરું નાણું–બંનેની લેકે એ બરાબર પરખ કરી. તુકારામના ગુણ અને પ્રેમને લોકો સમજ્યા. તુકારામ શુદ્ર જાતિના હતા, પણ તે બ્રાહ્મણ હોય તો પણ લોકોને એટલા જ ગમ્યા હોત. અંબાજી બ્રાહ્મણ હોવા છતાં તેમની રીત બ્રાહ્મણોને પણ ન ગમી. એટલે તુકારામને હેરાન કરવામાં ત્રીજે મુદ્દો તેમની જાતિ વિષેનો પણ હતા. તુકારામ શૂદ્ર હોવાથી બ્રાહ્મણે તેમને પગે પડે છે અને તેમને ગુરુ માને છે, તે રૂઢિચુસ્તોને રુચ્યું નહિ. રામેશ્વર ભટ્ટ રૂઢિચુસ્ત તરીકે તુકારામ સાથે લડવા માટે આગળ આવ્યા ન હોત તો બીજો કોઈ પણ વેદશાસ્ત્રસંપન્ન બ્રાહ્મણ આગળ આવ્યું હોત. ધર્મનું રહસ્ય સંસ્કૃત સિવાયની પ્રાકૃત ભાષામાં સમજાવવામાં પણ કોઈ દોષ નથી, એ વાત જ્ઞાનેશ્વર અને એકનાથે સિદ્ધ કરી દીધી હતી. હવે પ્રાકૃત ભાષામાં અધિકારી શુદ્ધ પણ ધર્મરહસ્ય કહી શકે છે, કારણ કે ધર્મ રહસ્ય ભગવાનની કૃપાથી કોઈ પણ જાતિના શુદ્ધચરિત માણસમાં પ્રગટ થાય છે. એ માટે તુકારામને હેરાન કરવામાં આવ્યા. અને આ હેરાનગતિ કરવાનું માન મળે છે રામેશ્વર ભટ્ટને ! જ્ઞાનેશ્વર અને એકનાથના અલૌકિક પ્રભાવની અસર બધા બ્રાહ્મણે ઉપર થઈ. જનસમાજમાં ભાગવત Scanned by CamScanner