________________ સગુણ સાક્ષાત્કાર રામેશ્વરે કહ્યું: “તું તારા અભંગોની બધી વહીઓ લઈને પાણીમાં ડુબાડી દે.” આ સાંભળી “આપની આજ્ઞા માન્ય છે” એમ બોલીને તુકારામ દે ગયા અને અભંગોની વહીઓ ઉપર તથા નીચે મોટા પથ્થર રાખીને કપડામાં બાંધી અને એ પિટલું ઇંદ્રાયણીના વહેણમાં મૂકી દીધું. પાણીમાં વહીઓ ડુબાડી દીધાની વાત જોતજોતામાં ચોમેર ફેલાઈ ગઈ. આથી પ્રેમળ ભાવિકોને ભારે દુઃખ થયું; અને કુટિલ, નિંદા કરનારા, લુચ્ચા લોકો હરખાઈને તાળીઓ પાડવા લાગ્યા. તુકારામ પાસે એવા લોકો જઈને તેમની ઠેકડી ઉડાડવા લાગ્યા. અગાઉ ભાઈ સાથે વિરોધ કરીને દસ્તાવેજો ડૂબાડી દીધા હતા. હવે રામેશ્વર ભટ્ટ સાથેની ચર્ચામાં કવિતા ડુબાડી દીધી ! બીજું કોઈ હોત તો આવી બન્ને તરફની માનહાનિ થવાથી એણે લોકોને મેં ન બતાવતાં આપઘાત જ કર્યો હોત. તુકારામે પોતાના વિશે જ વિચાર કરીને જાતને કહ્યું : “લોકોનું કહેવું સારું છે. હું પ્રપંચી હોવાથી જ આગ ચાંપીને બહાર નીકળી ગયે છું. એટલે મારી ફજેતી થઈ પણ ભગવાન માટે આ બધી માથાકૂટ કરી છતાં ભગવાન પ્રત્યક્ષ થયા નહિ, આઘાતમાંથી મને ઉગાર્યો નહિ, દુર્જનનાં માં બંધ કર્યા નહિ, અને ભક્તવત્સલ તરીકેનું પોતાનું બિરુદ સાચું પાળ્યું નથી એટલે જીવતા રહેવાની પણ શી જરૂર ? અન્ન અને પાણીનો. ત્યાગ કરીને હું ભગવાનના ચરણે તેમનું ચિંતન કરતે પડ્યો રહું એટલે એને એગ્ય લાગશે તે કરેશે.”–આમ વિચાર કરીને તુકારામ મંદિર સામે તુલસીક્યારા પાસેના Scanned by CamScanner