________________ સંત તુકારામ તેના પર જ સ્થિર કર્યું, ઇંદ્રિાને એના જ ધ્યાનના સુખમાં પરોવી દીધી, બાહ્ય શરીર પણ એની જ સેવામાં રેકી દીધું અને આ પ્રમાણે મન, વચન અને કાયાથી એ કુષ્ણમય બની ગયા. એટલે કૃષ્ણનું સ્વરૂપ જેવાની ઉત્કટ ભાવના સફળ થાય જ ને? નિશ્ચયનું બળ એટલે જ ફળ. અહંકારનો પવન લાગે નહિ એટલે સત્યનારાયણ બધા મનોરથ પૂરા કરે છે એવું ભક્તો કહે છે તે સાચું છે. આપણે શુદ્ધ સંકલ્પ અથવા નિશ્ચયનું બળ અને નારાયણની કુપા એ બે વચ્ચે ભેદ ક્યાં છે? શ્રીકૃષ્ણ પ્રગટ થાય એવો શુદ્ધ અને તીવ્ર સંકલ્પ તુકારામે કર્યો અને નારાયણને પ્રગટ થવું પડ્યું. આ ભક્તના સંકલ્પ બળનું ગૌરવ કે ભગવાનની ભક્તવત્સલતા? કે બંનેના ઝઘડામાંથી દુનિયાને કૌતુકભર્યો પ્રસંગ જેવા મળે એ માટે દુનિયાના ભાગ્યને વખાણવું? ભગવાને તુકારામની દર્શનભૂખ પણ એક પ્રસંગનું નિમિત્ત બનીને ભાંગી. રામેશ્વર ભટ્ટ તુકારામને બધા અભંગે લખેલી વહીઓ ડૂબાડી દેવા કહ્યું. અને આ સપુરુષે એ બ્રાહ્મણની આજ્ઞા શિરોમાન્ય ગણુંને ડૂબાડી દીધી અને પછી ભગવાને પાણીમાંથી એ વહીઓ બચાવી લીધી એવી સુપ્રસિદ્ધ લેકવાયકા છે. રામેશ્વર ભટ્ટ નામના એક પીઢ અને મહાવિદ્વાન બ્રાહ્મણ પૂનાથી ઈશાનમાં નવ માઈલ દૂર આવેલા વાઘાલી ગામમાં રહેતા હતા. તુકારામનાં ગુણગાન તેમના કાન સુધી આવ્યાં હતાં. તુકારામ શદ્ર જાતિના હોવા છત બ્રાહ્મણે પણ તેમને પગે પડે છે અને તેમનાં ભજનમાં Scanned by CamScanner