________________ 58 સંત તુકારામ પંઢરપુરની વિઠ્ઠાર્તિત સૂમ નિરીક્ષણ કરીએ તો એ બાળમૂર્તિ છે એવું નક્કી થાય છે. ભગવાન ઈટ ઉપર ઊભા છે. ભગવાનનાં ઈટ ઉપરનાં પગલાં મૃદુ છે. આ જ પગ ઉપર કરોડો ભાવિકોએ પોતાનાં શીશ નમાવ્યાં છે, પ્રેમાશ્રુથી હજાર વાર પગ ભીંજવ્યા છે અને તેમાં પોતાનું ચિત્ત સમર્પિત કર્યું છે. ભગવાનના ડાબા પગ ઉપર એક જખમ છે. મુક્તકેશી નામની એક ગોપી હતી. ભગવાન માટે એને ઘણો પ્રેમ હતો. એ ખૂબ કોમળ હતી અને એ કોમળતાનું તેને ભારે અભિમાન હતું. તેણે ભગવાનના પગ ઉપર પોતાના જમણા હાથની આંગળીઓ મૂકી તે તે ભગવાનને અતિ સુકુમાર પગમાં ખૂંપી ગઈ. ભગવાનના “સૌકુમાર્ય” પાસે આપણી શી વિસાત એ સમજાતાં એ શરમાઈ ગઈ. એના ગર્વનું ખંડન થયું. પગ ઉપરનો એ જખમ આજે પણ એ વિઠ્ઠલમૂર્તિ ઉપર છે. Scanned by CamScanner