________________ વિફલસ્વરૂપ વર ભરાય છે વગેરે. અભંગોમાં આ જ બાળકૃષ્ણને તેમણે ભજ્યા છે. તુકારામના અભ્યાસને અને કિર્તનનો આ બાળકૃષ્ણ ચરિત્ર પણ વિષય હતો. આ બાળસ્વરૂપે તુકારામનું મન હરી લીધું હતું અને તેના જ દર્શન માટે મન સદાય સૂરતું હતું. વિટ્ઠલ એટલે શ્રીકૃષ્ણનું બાળરૂપ. એ ધ્યાનમાં આવે તો આપણા સાધુસંતોએ શ્રીકૃષ્ણ ચરિત્રમાંથી બાળલીલા જ વિલક્ષણ પ્રેમથી શા માટે ગાઈ છે એને ઉકેલ મળી રહે છે. સુરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા એ પશ્ચિમના કૃષ્ણભક્તો અને જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ વગેરે મહારાષ્ટ્રના કૃષ્ણભક્તો શ્રીકૃષ્ણના બાળચરિત્રનું જ પ્રેમપૂર્વક વર્ણન કરનારા છે. તુકારામે પોતાના ઉપાય વિફૂલની જે બાળલીલા ગાઈ છે તેમાં પણ ગોપગોપીની ઉત્કટ ભક્તિનું અને શ્રીકૃષ્ણની ભક્તવત્સલતાનું મધુરું વર્ણન કરેલું છે. નેપાળ કૃષ્ણ સખાઓ સાથે ગાયો ચરાવવા મધુવનમાં જાય છે ત્યાં બધાએ પોતપોતાનાં ભાતાં છોડીને જે ભેજન કર્યું, જે વિવિધ રમતો રમ્યા તેનું વર્ણન તુકારામે કર્યું છે. બાળલીલાના આ અભંગોમાં તુકારામે અધ્યાત્મ પણ સૂચવેલું છે. ગોપીઓએ રાસ રમતી વખતે જે તન્મયતા કેળવી તેવી જ રીતે આપણે આપણી બધી વૃત્તિઓને કૃષ્ણપ્રેમમાં રમતી કરી દેવી અને એવી જ તન્મયતાનું સુખ ભોગવવું એવો તેમાંથી મળતો બોધ દરેકે મનમાં તારવા જેવો છે. આમ કૃષ્ણભક્તિની લગની તુકારામને લાગેલી હતી. e / Scanned by CamScanner