________________ સગુણ ભક્તિ એ વિના અભંગોમાં તુકારામ કહે છે: “ભગવાન, તારું નિરાકાર રૂપ જેને ગમતું શ્રેય તેની પાસે તુ નિરાકાર ભલે રહેતે, પણ મારે તે તારું સગુણ સાકાર રૂપ જ જોઈએ છે. મારી ઈચ્છા તારા ચરણનાં દર્શન કરવાની છે. જ્ઞાનીઓ સાથે મારા જેવા અજ્ઞાની શા માટે હરીફાઈ કરે ? બાળક મોટું થાય એટલે માતા એને છૂટું મૂકે છે પણ નાનું હોય છે ત્યાં સુધી એ માતાને ખોળે છોડતું નથી. બ્રહ્મજ્ઞાની હોય એને તારી મુક્તિ આપજે, મારે તે નથી જોઈતી. તારા નામની મીઠાશ જીભને લાગી છે, તારા ચરણ જેવાની આંખને તરસ લાગી છે. મારે આ ભાવ ક્યારેય બદલાવાને નથી. મારા આ ભાવમાં તું ઓટ લાવીશ નહિ કે મને ચળાવીશ નહિ. ભગવાન, મારે તારી મુક્તિ નહિ પણ તું જ જોઈએ છે. ભગવાનનાં દર્શન માટે મન તડપતું હતું તોપણ તુકારામ ક્યારેક ભગવાન ઉપર ઊકળી ઊઠતા તો ક્યારેક પ્રેમભરી યાચના કરવા લાગી જતા. આમ તુકારામ ભગવાન સાથે પ્રેમભર્યા વિનોદ–વાર્તા કરતા. પણ એ બધામાં ભગવાન માટેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે એવું વ્યક્ત થાય છે. ભગવાન તેમને પોતાનું સગુણ રૂપ બતાવે એ એક જ ઉત્કટ ભાવના તેમના મનમાં રમ્યા કરતી હતી. ભગવાન સાથે ભેટવાની તુકારામની લાલસા જેમ જેમ વધતી ચાલી તેમ તેમ ભગવાન પિતાને કેવી રીતે મળે એ વિષે જાગ્રત સ્વપ્ન તુકારામ જેવા લાગ્યા. પ્રત્યક્ષ મિલન કરતાં પ્રિય વસ્તુ મળે શું શું થશે એની કલ્પનાઓ કરવામાં વધુ સુખ મળે છે, મિલન થતાં જ એક વાર પ્રેમના ઘૂંટડા ભરીને બધી ઉત્કંઠા તરત શમી જાય છે Scanned by CamScanner