________________ 7: વિઠ્ઠલસ્વરૂપ તુકારામને ભગવાનનું સગુણ દર્શન કરવું હતું એટલે તે માટે કયા સ્વરૂપનો તેઓ આગ્રહ રાખતા હતા તે પણ જોવું જોઈએ. જે સ્વરૂપનું ધ્યાન ધરે છે તેને તે જ રૂપે ભગવાન મળે છે એ સિદ્ધાંત છે, એટલે તુકારામ કયા સ્વરૂપને ધ્યાન સામે રાખતા હતા, કયું સ્વરૂપ તેમને ખૂબ પ્રિય હતું. કયા સ્વરૂપનાં તેમણે વખાણ કર્યા; ખાતાં, પીતાં, બેસતાં, ઊઠતાં, ઘરમાં, બહાર, સમાધિ અવસ્થામાં, જાગતાં કે સ્વમમાં ભગવાનનું કયું સ્વરૂપ તેમણે ધ્યાન સામે રાખ્યું હતું ? કેટલાક વાચક કહેશે કે તુકારામ તે પાંડુરંગને (વિફૂલને) જ ઝંખતા હતા. પણ એ અંગે કરેલું સંશોધન બધાને ગમશે. - તુકારામના કુળદેવ વિઠ્ઠલ હતા. તેમણે નાનપણથી જ વિઠ્ઠલની ઉપાસના કરી હતી. તેમના અભંગોમાં પણ બધે વિઠ્ઠલ અને પાંડુરંગને જ પિકાર છે, એટલે વિઠ્ઠલની જ તેમને ઝંખના હતી એ દેખીતું છે. જિજ્ઞાસુઓ માટેના શ્રીકૃષ્ણને ગીતાનો ઉપદેશ છે અને કથાપ્રેમી માટે મહાભારત. પણ આજ સુધી ભરતખંડમાં ભગવાનના બધા ભક્તો અને સાધુસંત શ્રીકૃષ્ણ ઉપર મોહી પડ્યા છે તેનું કારણ શ્રીકૃષ્ણના બાળપણનું ચરિત્ર દિવ્ય પ્રેમમય ગણાય છે. શ્રીકૃષ્ણનું એ બાળસ્વરૂપ મીઠામાં મીઠું છે. ગાય અને ગોવાળે સાથેનું બાળસ્વરૂપ જ તુકારામે પણ આ છે. અંદર હરિ છે, બહાર પણ છે અને હરિથી જ આ8. Scanned by CamScanner