________________ સંત તુકારામ તુકારામ માટે પણ લોકોમાં પૂજ્યભાવ વધે, તેમનો સત્કાર થવા લાગ્યા, તેમનાં કીર્તનોની છાપ લોકો પર પડવા લાગી ત્યારે તેમને પણ થોડીક મુશ્કેલી પડી. પણ એ જાગ્રત પુરુષે ભગવાનને ધા નાખીને અહંકારવૃત્તિને ઓગાળી દીધી. ભગવાનને પ્રેમ જેમ જેમ વધતો જાય છે. એ જ કર્તા છે, હું નહિ; જે છે તે બધું ભગવાનનું છે, મારું કાંઈ નથી, એવો ભાવ જેમ જેમ બળવાન બનતે જાય છે તેમ તેમ અહંકારનું બળ ધીમું પડતું જાય છે. તુકારામે ભક્તિના જોરે વૃત્તિઓ જીતી લીધી. અહંકાર, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા, બહુમાન અને મોટાપણાની બુદ્ધિનાં વાદળાં ભક્તિરૂપી સૂર્યને ઉદય થતાંની સાથે જ વીખેરાઈ ગયાં. તુકારામ સંતોને વિનવે છે કે, કૃપા કરીને તમે મારાં વખાણ કરશે નહિ. વખાણરૂપી અભિમાનનું ઝેર મારો નાશ કરશે અને ભગવાનને અભિમાન ગમતું નહિ હોવાથી હું અભિમાની થઈશ તો મારે વિઠોબા મને છોડી દેશે અને તેથી તમે પણ મને છોડી દેશે. સત્સંગ વિષે વિચાર કરતાં જણાય છે કે તુકારામને કીર્તન વખતે સત્સંગ સાંપડ્યો. ભગવાનનાં ગુણગાન ગાતાં અને સાંભળતાં સાંપડ્યો. વાદ કરનારા, નિંદા કરનારા, છળકપટ કરનારા અને પાખંડીઓની સોબતથી થાકેલા તુકારામને સજજનોની સેબતથી શાંતિ મળી.” દુનિયામાં પ્રેમાળ, ભાવિક અને સ્વસ્થ લોકે પણ હોય છે. જે ભાવિકે કીર્તન વખતે તુકારામ પાસે ખેંચાઈ આવ્યા તેમની મીઠી સેબતથી તુકારામના આનંદની અવધિ ન રહી Scanned by CamScanner