________________ 44 સંત તુકારામ છે. બહુ બોલનારાને પોતાનું હિત તો નથી જ સમજાત પણ તેમને હરિપ્રેમી માણસ દુમન જેવો લાગે છે. આમ એકાંતસુખની મીઠાશ શબ્દોથી કહી શકાય નહિ. જાતે જ એનો સ્વાદ ચાખવો રહ્યો. એકાંત ગમે. એ જ્ઞાનપ્રાપ્તિનું મોટું લક્ષણ ગણાય. તુકારામમાં આ બધાં જ્ઞાનનાં ચિહનો દેખાય છે. તેમણે લોકોથી કંટાળી જઈને ગામનો તો મોટે ભાગે ત્યાગ જ કર્યો. ગોરાડા, ભામનાથ અથવા ભંડારા એ ત્રણમાંથી કોઈ પણ એક ડુંગર ઉપર તે આખો દિવસ ધામા નાખતા. ભંડારા ઉપર આથમણી દિશાએ એક ગુફાની પાસે પાણીનો ઝરો છે ત્યાં તે રહેવા લાગ્યા. ડુંગરની ટોચ ઉપરથી ચારે તરફના નાના-મોટા ડુંગરા, લીલાંછમ રમણીય ખેતરે, ઇંદ્રાયણ નદીનું વહેણુ વગેરે કુદરતની નાની મોટી અનુપમ શેભા દેખાય છે. એવા ડુંગર ઉપર તુકારામને આવાસ થવાથી એ તપોવન જેવો લાગવા માંડ્યો. તેમને વિઠ્ઠલના નામકીર્તનનો ઘોષ આખાય ડુંગરમાં પડઘા પાડવા લાગે. ત્યાંનાં ઝાડપાન અને પશુ-પંખીઓને તુકારામની પુણ્યમૂર્તિને પરિચય થયું અને તુકારામ પણ તેમને સાન્નિધ્યમાં પ્રસન્નતા અનુભવવા લાગ્યા. વિહૂલસ્વરૂપથી રંગાયેલા આ ભંડાર પર્વત ઉપરના ઋષિની મૂર્તિને જેનારી આખો ધન્ય થઈ ગઈ હશે; બીજું તો કેણ પણ ત્યાંનાં ઝાડ અને વેલાઓ, વન્ય પ્રાણીઓ, એ પુણ્યધામમાં યથેચ્છ વિહાર કરનારાં પંખીઓનાં ટોળાં અને ત્યાંના પથરા પણ ધન્ય થયા. તુકારામને એકાંતવાસ ખૂબ ગમે અને તેની તેમણે ઉપગ પણ કર્યો. નિર્મળી જેમ અસ્વચ્છ પાણીને Scanned by CamScanner