________________ સંત તુકારામ હતો. પણ એ પણ તેમને નહોતે ગમતો. તુકારામને એવી લગની લાગેલી એટલે તેમને થતું કે બધા જ લોકોએ કીર્તનમાં આવવું જોઈએ. જેથી ભગવાનનું નામ લઈને તેમનો ઉદ્ધાર થઈ જાય. પણ કેટલાય આળસુ લોકે ઘેર રહીને ઊંઘી જતા ત્યારે કેટલાક મન દઈને સાંભળતા જ નહિ ! તો કેટલાક તર્કવિતર્ક કરીને શ્રેષબુદ્ધિથી ચર્ચા કરતા કે શંકા પૂછવા તુકારામ પાસે જતા અને તેમને સતાવતા. આ લેક-સંસર્ગ તુકારામને ગમતો નહિ. તેમના એક અભંગમાં આવે છે કે તેની આજ્ઞા પ્રમાણે હું ભગવાનના ગુણ ગાઉં છું. હું શાસ્ત્રજ્ઞ કે વેદને જાણકાર નથી, સામાન્ય શૂદ્ર છું. આ લોકો આવીને મને હેરાન કરે છે, મારી બુદ્ધિને ચકાસે છે. ભગવાન જેમ નિરાકાર છે તે જ નિર્ગુણ છે એમ કહેવાય છે તે તેનું ભજન કરું કે નહિ?” કહેવાતા કેટલાય વિદ્વાનો અથવા ભગવાનની નિંદા કરનારા અને ભજનનો વિરોધ કરનારા પાખંડીઓ તુકારામ પાછળ જ જાણે પડ્યા હતા. તેમને હેરાન કરવાનું એ લોકોએ જાણે બીડું જ ઝડપ્યું હતું. મોટે ભાગે દરેક સાધકને આવા લોકો તરફથી હેરાનગતિ થાય છે. સાધકનો વરાગ્ય દઢ કરવા અને ભક્તિ પ્રેમ વધારવા માટે જ આ પાખંડીઓનો ઉપયોગ થતો હોય છે. સાધકને પિતાની અંદરનો દોષ શોધી કાઢવા માટે પણ આ લોકોને ઉપકાર ઓછો નથી હોતો. પડોશી નિંદક હોવો જોઈએ તે આ માટે નિંદા કરનાર, છળકપટ કરનાર, ઝઘડનાર; કુતર્કો કરનાર અને સંશયી જીવેનું ભલે જે થવાનું હોય Scanned by CamScanner