________________ 24. સંત તુકારામ વખતે તમને શેરડીના સાંઠાને જે ભાર આપે તે મારાં છોકરાંઓ માટે વેર લેતા આવજો.” તુકાના ખેતરે ગયા ત્યાં ખેડૂતે તેમને પેટ ભરીને રસ પિવડાવ્યા પછી શેરડીના સાંઠાને મેટોભારે ઘેર લઈ જવા બાંધી આપ્યો. શેરડી ઊંચકીને ગામમાં આવતા તુકોબાને જોઈને ગામનાં બધાં છોકરાં તેમની પાસે શેરડી માગવા લાગ્યાં. બધાં છોકરાંને શેરડી વહેચી દીધા પછી ત્રણ જ સાંઠા બાકી રહ્યા તે લઈને તે ઘેર આવ્યા. જિજાઈને થયું કે એમણે ગામનાં છોકરાંને શેરડી વહેચી દીધી લાગે છે. તુકોબાએ સાચી વાત કહીઃ “બધાં બાળકો આપણું જ છે. તારાં ત્રણ બાળકો માટે ભગવાને ત્રણ સાંઠા બાકી રહેવા દીધા. બાકીની શેરડી જેની હતી તેને વહેંચી દીધી.” તુકેબા આવા ઉદારદિલ હતા. પિતાનું અને પારકું તેમનામાંથી જતું રહ્યું હતું. તેમની આખી જિંદગી તેમના જીવનની દરેક પળ ભગવાનના ભજનમાં અને પરોપકારમાં વીતી. તેમના પ્રયાણ પછી તેમની અભંગવાણી આજે પણ જડ છાના ઉદ્ધારનું કામ કરી રહી છે. આ અભંગવાણું તેમના પરોપકારી જીવનનું ચિરંજીવ સમારક ગણી શકાય. Scanned by CamScanner