________________ ધર્મનો અભ્યાસ 3 પ્રાકૃત ગ્રંથોના અભ્યાસની તુકારામના આચારવિચાર અને ભાષા ઉપર ખૂબ અસર થઈ હતી. જે જે ગ્રંથેની તેમણે વિશ્વાસ અને આદરપૂર્વક પારાયણો કરી, જેમાંના વિચાર સાથે રાતદિવસ તલ્લીન રહ્યા, જેમાં વર્ણવાયેલા ભક્તિ જ્ઞાન વૈરાગ્યની કથા સાથે તેમનું તાદાત્મ્ય સધાયું, એ જ વિચારસરણી અને પદ્ધતિનું તેમનું સર્જન થાય તેમાં નવાઈ પામવા જેવું નથી. આ તે થવાનું હતું તે જ થયું. પરમાર્થની સૂઝ આવવાથી કુળપરંપરાથી મળેલા અને સહજ પ્રાપ્ય એવા પંઢરીનો પારકરી સંપ્રદાય તુકારામે અંતઃકરણપૂર્વક સ્વીકાર્યો અને એ જ સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરીને અને એના જ ચીંધેલા માર્ગે જઈને તુકારામ ભગવત્ કૃપાને પૂરી મેળવી શક્યા. અને અંતે ભક્તિના ઉત્કર્ષ થી, સદુધર્મના આચરણથી તથા નિર્મળ જીવનથી એ જ માળામાં પરોવાઈ રહ્યા. Scanned by CamScanner