Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 39
________________ મનની શુદ્ધિને ઉપાય 39 બુદ્ધિથી આ ચંચળ મનને શી રીતે સાચવી શકે? કેટલી સાવધાની રાખે? પળવારમાં તે પચાસ ઠેકાણે દડી જનારું મન ભગવાનની કૃપા થાય તો જ સીધું રહે. ધન, સ્ત્રી અને પ્રતિષ્ઠા એ પરમાર્થમાર્ગ વચ્ચે આવતા ત્રણ મોટા ખાડા છે. આમેય એ માર્ગના મુસાફ થોડા. એ બેડામાંથી કેટલાક પહેલા ખાડામાં ફસાઈ જાય છે. એમાંથી બચીને આગળ વધે ત્યાં બીજા ખાડામાં પડે છે. આ બન્નેમાંથી નીકળીને કઈ કદાચ આગળ વધે એટલે ત્રી પ્રતિષ્ઠાનો ખાડો તૈયાર જ હોય. આ ત્રણે ખાડા વટાવી જાય એ જ ભગવાનની કૃપા મેળવવા લાયક હરવાનો સંભવ છે, પણ આવા વીરલા ભાગ્યે જ હોય છે. તુકારામનું મન સંયમ શીખેલું એટલે પહેલા બે ખાડા ! વટાવી ગયું, પણ ત્રીજે પ્રતિષ્ઠાનો ખાડો વટાવતાં થેડી વાર લાગી એવું દેખાય છે. તુકારામ પરમ વૈષ્ણવવીર હતા એટલે પહેલેથી જ ચેતેલા. તેથી બધી લીલાઓમાંથી પાર નીકળી ગયા. ધનનો પહેલો લોભ તેમણે વૈરાગ્યની પ્રથમ દિશામાં જ છોડ્યો. ધનને પથ્થરને બદલે “ગોમાંસ સમાન” માનવાવાનો નિશ્ચય કર્યો. બીજે મોહ સ્ત્રીને કહેવાય પણ એ બાબતમાંય પહેલેથી એ નિર્લેપ રહ્યા. પોતાની પત્ની પણ જેને યાદ નહોતી રહેતી એ પરસ્ત્રીને તે વિચાર પણ શાના કરે? રાતે વિઠ્ઠલમંદિરમાં કીર્તન પૂરું થયા પછી તુકારામ ઘેર જઈને કલાક બે કલાક ઊંઘતા. કેટલીક વાર તો મંદિરમાં જ ઊંઘી જતા. પરોઢિયે ઊઠીને પ્રાતઃક્રિયા કરી તેમાંથી પરવારીને વિઠ્ઠલ ભગવાનની પૂજા કરતા અને Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113