________________ 5: મનની શુદ્ધિનો ઉપાય તુકારામ આમ નક્કી કરેલા સાધનમાર્ગ પર ચાલતા હતા. પંઢરપુરની જાત્રા, એકાદશી વ્રત, કથા-કીર્તન શ્રવણ, ધર્મગ્રંથને અભ્યાસ વગેરે બધું બરાબર ચાલતું હતું. ગુરુપ્રસાદ મળ્યો હતો. કર્તન વખતે અને અન્ય સ્થળે પણ એમના મુખવાટે એક પછી એક અભંગ નીકળતા હતા. શ્રોતાઓ શાબાશી આપતા હતા. મેર કિર્તિ પણ ફેલાઈ ગઈ હતી. કેટલાય તેમને સંત તરીકે માનતા થઈ ગયા હતા. કોઈ તેમના વતૃત્વની, કેઈ કવિત્વશક્તિની તે વળી કઈ તેમની સાધુતાની તારીફ કરતું હતું. ત્રીસી વટાવ્યા પહેલાં આટલી બધી લોકપ્રિયતા મેળવવાનું સદ્ભાગ્ય થડાને જ હોય છે. તુકારામે મન સાથે કેવી બાંધછોડ કરી, ભગવાનની મદદ વડે અને કૃપાવડે મનને ઠેકાણે લાવવા માટે શું શું મહેનત કરી, આશા, મમતા, તૃષ્ણ, પ્રતિષ્ઠા, ગર્વ, લોભ વગેરે વૃત્તિઓને સાવધાનીથી કેવી રીતે જીતી અને એ રીતે મનની શુદ્ધિને માર્ગ ધર્મ અને પ્રયત્નપૂર્વક શી રીતે ખુલ્લો કર્યો એ હવે આપણે જોઈએ. તુકારામે પિતાનું દિલ ખૂબ મોકળાશથી ખેલ્યું છે. તુકારામે પોતાના મનને કેટલું બધું મનાવ્યું છે? મનને જીત્યા વિનાનો પરમાર્થ નકામે છે. દુનિયા જીતી શકાશે પણ મનને જીતવું ખૂબ અઘરું છે. માણસ એની મર્યાદિત Scanned by CamScanner