________________ ઉઠ સંત તુકારામ ગામીઓની મહત્તા બરોબર સ્વીકારીને તેમાં બને તેટલે ઉમેરે કરે છે. આમાં કોઈ જાતની નાનમ નથી. બાપ દાદાએ ભેગી કરેલી મિલકત પોતાના કબજામાં રાખી ભેગવવી અને આપબળથી એમાં વધારો કરે છે સુપુત્રની ફરજ છે. જ્ઞાનેશ્વરે વ્યાસ ભગવાનની ગીતા પર પોતાની પ્રતિભાને એપ ચઢાવ્યા, એકનાથે જ્ઞાનેશ્વરી ગીતા અને ભાગવત પચાવીને તેને આધારે પિતાની વાણી રંગી, તુકારામને જ્ઞાનેશ્વર અને એકનાથે બનાવેલાં રત્નની ખાણની માલિકી મળી અને તેમાંથી પોતાના અભંગના હીરાને પહેલ પાડીને એના તેજથી દુનિયામાં પ્રકાશ પ્રસરાવ્યા. આદિ કાળથી આમ થતું જ આવ્યું છે. આ ભાગવત સંપ્રદાયના મહારાષ્ટ્રના મુખ્ય પ્રસારક તરીકે જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ અને તુકારામ છે. જે કોઈ પરમ કૃષ્ણભક્ત હોય તેને આ સંપ્રદાય માટે માન છે, એની નાત-જાત કઈ પૂછતું નથી. જ્ઞાનેશ્વર બ્રાહ્મણ તરીકે પૂજાતા નથી, પણ પરમ કૃષ્ણભક્ત હોવાથી જ પૂજાય છે. ભાગવત સંપ્રદાયમાં નાતજાતનાં બંડ નથી કે વર્ણ દ્વપ કે વર્ણસંકરતા પણ નથી. એમાં સોની, ચમાર, કસાઈ કુંભાર, પિંજારા, રવી, માળી, વણિક વગેરે બધી જ જાતના ભક્તો માનપાત્ર બને છે. એમાં હરિના ભક્તોની નાતજાત, ધંધો કે એમનું પૂર્વજીવન જેવાતાં નથી. આમ ગીતા, ભાગવત, કેટલાંક પુરાણો, ભતૃહરિના શતક અને મહિસ્રસ્તુત્ર વગેરે સંસ્કૃત ગ્રંથોના તેમ જ જ્ઞાનેશ્વરી, નાથભાગવત, નામદેવ, કબીર વગેરે સંતના Scanned by CamScanner