________________ 33 ગુરુકૃપા અને કાવ્યસ્કુરણ તેમને મહાત્મા ભેટ્યા. સ્વમમાં ભેચ્યા અને તેમણે તુકારામના માથે હાથ મૂક્ય, મનગમત મંત્ર “રામકૃષ્ણ” જ દીધો. તુકારામના પ્રિય ઉપાય પાંડુરંગ ઉપર જ નિષ્ઠા રાખવાનું તેમણે કહ્યું. આથી પિતે ચાલી રહ્યા છે એ સાચે માર્ગ છે એવો તેમનામાં વિશ્વાસ આવ્યો. અધિકૃત મહાત્માએ રાહ ચીધ્યે એથી સંતોષ થયે. પિતે રસ્તે ભૂલ્યા નથી એની ખાતરી થઈ. | સદગુરુની કૃપા વિના કેઈનેય પરમાર્થ ક્યારેય સિદ્ધ થર્યો નથી. જેમને એમ લાગતું હોય છે કે, આપણે ખૂબ પુસ્તકો વાંચ્યાં, ઘણું જ્ઞાન મેળવ્યું, યોગાભ્યાસ કર્યો, પોતાની બુદ્ધિથી જ્ઞાનનું રહસ્ય સમજ્યા, હવે બીજા ગુરુની આપણે શી જરૂર છે, ગુરુ વધુ શું કહેવાના હતા, આવા લોકો છેવટે અહંકારના જાળમાં ફસાઈ જાય છે. ગુરુકૃપા વિના આત્મજ્ઞાનમાં દઢ નિષ્ઠા ઉદ્ભવતી નથી, જ્ઞાનનો સાક્ષાત્કાર થતો નથી. ખૂબ સૂક્ષ્મ અને નિર્મળ બુદ્ધિથી જ્ઞાનસંપાદન કર્યું હોય તોય જેમ દીવાના પટમાં મેશ હોય તેમ જ્ઞાનના પેટમાં પેદા થતો અહંકાર દૂર કરવા માટે સદ્દગુરુના ચરણ પકડવા જોઈએ. રામ અને કૃષ્ણ જેવાને પણ ગુરુચરણનો આશ્રય લેવો પડેલો તો બીજાની શી વિસાત! તુકારામનો પરમાર્થ બાહ્ય નહોતું એટલે દેખાદેખીથી ગુરુ કરી લેવાની ઉતાવળ તેમણે કરી નહિ. ઘણું ખોજ કરી પણ કોઈ મળ્યું નહિ. સંતે દુર્લભ હોવા છતાં મળે છે, નથી મળતા એવું કયારેય નથી બન્યું. સત્સંગ દુર્લભ છે, અગમ્ય છે; છતાં અમેઘ પણ છે. ભગવાનની કૃપા વિના આ લાભ મળતો નથી. ભાગ્યશાળી જીવને ઊંચે લાવવા જે સંતને ભેટો થાય છે. મુમુક્ષુને ગુરુ શોધવા Scanned by CamScanner