________________ 26 સંત તુકારામ હોવાથી તેનું જ જ્ઞાનેશ્વર અને એકનાથે સરળ અને સર્વ લોકોને સમજાય એવું ભાષાંતર કર્યું. ગીતા પ્રવૃત્તિમાને સમજાવે છે અને ભાગવત નિવૃત્તિમાર્ગને-એવું કેટલાક વિદ્વાનો માને છે; પણ બન્ને ગ્રંથો પ્રવૃત્તિ-નિવૃત્તિના પડદા હટાવનારા છે. જ્ઞાન અને ભક્તિનો સુમેળ બન્ને ગ્રંથમાં થયેલ છે. ગીતાના મૂળ કોનો તુકારામ રોજ પાઠ કરતા, એટલે ગીતાની છાયા તેમના અભંગો ઉપર ઠેર ઠેર દેખાય છે. પરમાર્થના માર્ગ વિષે જે કોઈ તેમને પૂછવા જતું તેમને તે ગીતાનો પાઠ કરવાનું કહેતા. તેમના જમાઈ અને શિષ્ય માલજી ગાડે ચેલવાડીકરને તેમણે ગીતાનો પાઠ કરવાનું કહ્યું હતું. બહિણબાઈને તેમણે સ્વમમાં “રામકૃષ્ણહરિ એ મંત્રનો જાપ અને ગીતા-પાઠ કરવાનું કહ્યું હતું. | ગીતાની જેમ મૂળ ભાગવત પણ તુકારામે બરોબર વાંચ્યું હતું. તુકારામની કવિતામાં પ્રણ બીજા બધા સંતની જેમ ભક્તોનો ઉલ્લેખ આવે છે. આ બધા ભક્તો ભાગવતમાં આવેલા છે તે જ છે. તુકારામે અનેકવાર ભાગવત સાંભળ્યું છે, વાંચ્યું છે અને તેનું કીર્તન કર્યું છે. ભાગવતના અનેક શ્લોકો તેમને મુખપાઠ થઈ ગયા હતા. તેમાંના કેટલાય સિદ્ધાંતો એમના દિલમાં ઊતર્યા હતા, તેમાંની કેટલીય ભક્તકથાઓ તેમની ભક્તિોતથી ઝળહળી ઊઠી. ભાગવતનો તેમણે ખૂબ અભ્યાસ કર્યો હતો એ તેમના અનેક અભંગમાંથી જોઈ શકાય છે. ભાગવત સિવાયના બીજા પુરાણે પણ તુકારા Scanned by CamScanner