________________ 27 ધર્મગ્રંથોનો અભ્યાસ ખૂબ હોંશથી વાંચેલાં અને તેમાં આવતી ભક્તકથાઓની તેમના મન ઉપર ભારે અસર થઈ એ ઉલ્લેખ અનેક વાર તે કરી ચૂક્યા છે. પુરાણો ઉપરાંત દર્શન પણ તેમણે જોયાં હતાં. પણ ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ સમર્થ નથી એ જ સાર તેમણે એમાંથી લીધો. પુરાણે વિષેને પ્રેમ ઘણે ઠેકાણે તુકારામે વ્યક્ત કર્યો છે. પુરાણના ભક્તોની કથાઓ વાંચીને એ તલ્લીન થઈ જતા. એના જેવી ઉત્કટ ભક્તિ પોતે ક્યારે કરી શકશે એ માટે તલપતા. આમ ગીતા, ભાગવત વગેરે પુરા તુકારામના અભ્યાસનાં કેટલાં મહાન અંગો છે, તે આપણે તેમના અભંગો ઉપરથી જોઈ શકીએ છીએ. ભાગવતધર્મીઓને વિષ્ણુસહસ્ત્રનામ પહેલેથી જ વહાલું છે અને તેના નિત્યપાઠની પરંપરા પણ ખૂબ જૂની છે. તુકારામ પણ વિખણુસહસ-નામને પાઠ કરતા. તેમણે એક લાખ પાઠ કર્યા હતા એવું વારકરી મંડળીઓમાં મેં સાંભળ્યું છે. સાત-આઠ ઠેકાણે તેમના અભંગોમાં પણ વિષ્ણુસહસ્ત્રનામનો ઉલ્લેખ આવેલ છે. તુકારામના અભંગોમાં કયાંક ક્યાંક જાણીતા સંસ્કૃત શ્લોકોનાં પ્રતીકો અને ભાષાંતરો આવે છે. તે પરથી પણ તેમનું બહુશ્રતપણું અને પાઠ કરવાની શક્તિનું અનુમાન કરી શકાય છે. એટલે કે ગીતા, ભાગવત, કેટલાંક પુરાણ અને મહિમ્ન સ્તોત્ર વગેરે તુકારામે પહેલેથી જ સારી રીતે જોયેલાં હોવાં જોઈએ. તુકારામને વાંચતાં-લખતાં નહોતું આવડતું એવું માનનારાઓને આ વાંચીને નવાઈ લાગશે, પણ Scanned by CamScanner