________________ પારકરી સંપ્રદાય (12) ચંદ્રભાગા, પંઢરપુર, વ્યંબકેશ્વર, આળદી, પઠણ, સાસવડ, ગંગા-ગોદા-યમુના અને કાશી-દ્વારકાજગન્નાથ વગેરે મહાતીર્થ ગણવાં. (13) પરસ્ત્રી, પરધન, પરનિંદા, મઘમાંસ અને હિંસા વગેરે છોડી દેવાં. (14) વર્ણ ધર્મ, જાતિધર્મ, કુળધર્મ અને આશ્રમધર્મનું પાલન કરવું. (15) સર્વ પ્રત્યે દયા. સમતા રાખવીને બધાંને ઉપયોગી થઈ પડવાનું પરોપકારવ્રત સ્વીકારવું. વારકરી સંપ્રદાયના આ મુખ્ય સિદ્ધાન્તો છે. તુકોબાની પહેલાં આ જ સિદ્ધાતો જાત્રાળુઓમાં પ્રચલિત હતા. તકોબાએ પણ પિતાના ચારિત્ર્યથી તેમ જ ઉપદેશોથી આ જ સિદ્ધાન્તોનો પ્રચાર કર્યો. મહેનત કરીને શરીર થાકે ત્યાં સુધી પોપકાર કરવાની તકેબાની તત્પરતા હતી. ખેતરનું રખોપું કઈ સેપે તો તે કરતા. બોજ ઉપાડવાનું કોઈ કહે તે મોટે ભારે જ પણ એ ઉઠાવી જતા. કોઈ ઘેડાને ખરેડો કરવાનું કહે તો કરી દેતા. આવો મફતને નોકરી મળે તે કોણ છેડે? બધા તુકાબાને બેલાવવા લાગ્યા. એ બધાંને નારાયણનાં સ્વરૂપ માનીને તકોબા તેમની સેવા કરતા. આ સેવાભક્તિને મમ દેહુ ગામના લોકોને કે જિજાઈને નહેતે સમજાય. તુકાબા નકામાં કામોમાં વખત બગાડે છે, એમ માનીને તેને આમ નકામો રખડવા ન દે. એવું પણ ઘણાએ વિચાર્યું હશે, પણ જિજાઈને તે, તુકાબાને પિતાના ઘર સિવાય બીજાનું ગમે તેવું કામ Scanned by CamScanner