________________ 2 : વારિકરી સંપ્રદાય પ્રપંચાથી થાકેલું તુકેબાનું મન સહજ રીતે જ પરમાર્થ તરફ વળ્યું. વૈરાગ્યથી શુદ્ધ થયેલા દિલમાં જ જ્ઞાનનાં બી રોપાય છે, એટલે વૈરાગ્ય સ્વીકાર્યા પછી તુકેબાએ કઈ સાધના દ્વારા ભગવાનની કૃપા મેળવી એ આપણે જોઈએ. તુકેબાનું કુળ (વારકરી) જાત્રાળુઓનું. એટલે જાત્રાળુ એની રીતભાત ઘરમાં તેમને જન્મથી જ શીખવા મળતી. આષાઢી અને કાર્તિકી એકાદશીની પંઢરપુરની જાત્રાએ ઘરમાં ચાલુ હતી. વૈરાગ્ય પ્રાપ્ત થયા પહેલાં કેટલીય વખત એ પઢંરપુર જઈ આવ્યા હતા. જ્ઞાનેશ્વરી ગીતા અને એકનાથી ભાગવત, નામદેવ અને એકનાથના અભંગો તેમણે બાળપણથી જ ઘરમાં અને બહાર સાંભળ્યા હતા. એકનાથ મહારાજ આનંદીથી ગયા ત્યારથી આળંદીની જાત્રા વધી અને વારકરી સંપ્રદાયને પ્રચાર પૂના જિલ્લામાં વધવા લાગ્યું. આદીમાં, પૂનામાં, દેહમાં અને આસપાસનાં ગામોમાં એકાદશીને ઉપવાસ, ભજનો, કીર્તન વગેરેનું વાતાવરણ ખૂબ હતું. આવી પરિસ્થિતિ માં તુકેબાના મન ઉપર સહજ રીતે જ ઘરના વારકરી પંથની પકડ જામી. એ પંથન જ કમ તેમણે સ્વીકાર્યો અને આખરે પિતાના તપોબળથી એ પંથના જ્યોતિર્ધર થયા. કામ-ક્રોધ-લોભરૂપ સંસારમાંથી જીવ હટે એટલે માણસ મોક્ષમાગ સજનને સંગ પહેલો કરે છે. સતત Scanned by CamScanner